: વૈશાખ : ર૪૯૪ “આત્મધર્મ” : ૩ :
૯. શુદ્ધનય વડે પોતાના આત્મસ્વભાવને બંધરહિત અનુભવવો
તે સમ્યગ્દર્શન છે. જૈનશાસનનું સાચું રહસ્ય આ શુદ્ધનય વડે
જ જણાય છે.
૧૦. આ ભવબંધનના દુઃખથી તારે છૂટવું હોય તો તારા શુદ્ધ
આત્માનો તું સત્કાર કર...તેની સન્મુખ થઈને તેનો પ્રેમ કર.
૧૧. આત્માને જાણવાથી સુખ થાય; પણ કેવા સ્વરૂપે આત્માને
જાણવો, અને કઈ રીતે તે જણાય તે વાત આ સમયસારની
૧૪મી ગાથામાં બતાવી છે.
૧ર. અત્યારે જ સ્વભાવદ્રષ્ટિથી જોતાં આત્મા ‘ભગવાન’ છે.
અનંત જ્ઞાનરૂપ ભગવાનપણું જો અત્યારે જ આત્મામાં ન
હોય તો તે ક્યાંથી આવશે?
૧૩. ભાઈ, પર્યાયમાં અશુદ્ધતા અને કર્મનો સંબંધ છે એટલો જ
આત્માને તું ન દેખ; પણ તેને અભૂતાર્થ કરીને, ભૂતાર્થદ્રષ્ટિથી
શુદ્ધ આત્માને જો...તેને શ્રદ્ધામાં ને અનુભવમાં લે.
૧૪. અભૂતાર્થ એવા અશુદ્ધભાવોનો અનુભવ તો તેં અનાદિથી
કર્યો, પણ તને સુખ ન મળ્યું; ભૂતાર્થસ્વભાવને શુદ્ધનય વડે
દેખતાં પરમ સુખ થાય છે.
૧પ. જેમ ‘શ્રી–ફળ’ તે ખરેખર છોતાં, કાચલી અને રાતીછાલ એ
ત્રણેથી ભિન્ન મીઠો સફેદ ગોટો છે; તેમ શ્રી–ફળ એટલે
સ્વરૂપની લક્ષ્મીથી શોભતો શુદ્ધ જ્ઞાન–આનંદનો ગોળો
આત્મા, તે દેહરૂપ છોતાંથી, કર્મરૂપી કાચલીથી, અને રાગરૂપી
રાતપથી જુદો છે.
૧૬. નિશ્ચયથી આવા શુદ્ધ આત્માની અનુભૂતિ તે ધર્મ છે; તે
જૈનશાસનનો સાર છે; તેમાં જ આત્માનો મીઠો આનંદસ્વાદ છે.
૧૭. અરે, આત્માના શુદ્ધસ્વરૂપને જાણ્યા વગર અજ્ઞાની જીવો
બીજી અનેક રાગક્રિયા વડે લાભ માની માનીને ચારગતિમાં
ટળવળે છે, પણ શુદ્ધફળને પામતા નથી.
૧૮. શુદ્ધ આત્માના અનુભવ વડે પરમ આનંદની પ્રાપ્તિ એ જ
અનેકાન્તનું સાચું ફળ છે.
૧૯. ભાઈ, આત્માની શ્રદ્ધા અને અનુભવ કરવામાં જગતની કોઈ
પ્રતિકૂળતા નિર્ધનતા કે મોંઘવારી નડતી નથી, અને બહારની
અનુકૂળતા તેમાં મદદ પણ કરતી નથી.