: ૪ : “આત્મધર્મ” : વૈશાખ : ર૪૯૪
ર૦. આત્મા–સ્વયં રાગથી પાર થઈને શુદ્ધનય વડે પોતે પોતાને
શુદ્ધસ્વરૂપે અનુભવે છે. આવો અનુભવ કરે ત્યારે જ જીવ
ધર્મી થાય છે.
ર૧. પુણ્ય–પાપની વૃત્તિઓ તે શુદ્ધઆત્માની અનુભૂતિમાં નથી; એ
બંને પ્રકારની વૃત્તિઓ મલિન છે, તેનાથી જુદી શુદ્ધ–ચૈતન્યની
જે અનુભૂતિ છે તે અત્યંત પવિત્ર છે.
રર. અનુભવ માટે જિજ્ઞાસુ થઈને શિષ્ય પૂછે છે–પ્રભો! આપે
કહ્યો એવો શુદ્ધાત્મા કંઈક લક્ષમાં તો લીધો, તેવા આત્માની
અનુભૂતિ કેમ થાય? અશુદ્ધતા હોવા છતાં શુદ્ધઆત્મા કઈ
રીતે અનુભવમાં આવે?
ર૩. શ્રીગુરુ બે નયના ખુલાસા વડે તેને અનુભવની રીત સમજાવે
છે : ભાઈ! જે અશુદ્ધભાવો છે તે શુદ્ધનયના વિષયમાં નથી.
માટે શુદ્ધનયનું અવલંબન લઈને આત્માનો અનુભવ કરતાં,
અશુદ્ધતા રહિત એવો શુદ્ધ આત્મા તને અનુભવમાં આવશે.
ર૪. જેણે આવો અનુભવ કર્યો તેનું જીવન સફળ છે.
રપ. પર્યાયમાં અશુદ્ધતા અને કર્મસંયોગ દેખાય છે–છતાં તેના
વગરનો આત્મા અનુભવી શકાય છે;– કેમ કે તે ભાવો
આત્માનો ભૂતાર્થસ્વભાવ નથી, પણ અભૂતાર્થ છે, આત્માના
સ્વભાવની અનુભૂતિથી તે બહાર છે.
ર૬. અરે જીવ! તારા ભૂતાર્થ શુદ્ધસ્વભાવને તેં રુચિથી સાંભળ્યો નથી.
તારા સ્વભાવની એ દુર્લભ વાત સન્તો તને સમજાવે છે. રુચિ
કરીને લક્ષમાં લેતાં આત્મા ન્યાલ થઈ જાય–એવો આત્મસ્વભાવ છે.
ર૭. પાણીનો સંયોગ હોવા છતાં જેમ કમળપત્રના અલિપ્ત
સ્વભાવને પાણી અડયું નથી; તેમ કર્મનો સંબંધ હોવા છતાં
અસ્પર્શી–ચિદાનંદસ્વભાવની સન્મુખ થઈને અનુભવ કરતાં
આત્મા કર્મસંબંધ વગરનો અનુભવાય છે.
ર૮. ભાઈ, પરના સંબંધવાળો અશુદ્ધઆત્મા જ તેં અનાદિથી
અનુભવ્યો; પણ હવે શુદ્ધનયવડે સ્વભાવની સમીપ આવીને
શુદ્ધપણે આત્માને અનુભવમાં લે.
ર૯. જેમ પર્યાયમાં અશુદ્ધતા અનાદિથી છે તેમ શુદ્ધસ્વભાવ પણ
અનાદિથી છે, પણ શુદ્ધને ભૂલીને એકલા અશુદ્ધપણે જ પોતાને
અનુભવે છે. –એ અશુદ્ધઅનુભવનું નામ જ સંસાર છે, તે દુઃખ છે.
૩૦. શુદ્ધસ્વભાવ હું, ને અશુદ્ધતા હું નહિ –એમ ભેદજ્ઞાનવડે નિર્ણય
કરીને શુદ્ધપણે પોતાને અનુભવવો તે મોક્ષનો ઉપાય છે, તે સુખ છે.