Atmadharma magazine - Ank 295
(Year 25 - Vir Nirvana Samvat 2494, A.D. 1968).

< Previous Page   Next Page >


PDF/HTML Page 8 of 45

background image
: વૈશાખ : ર૪૯૪ “આત્મધર્મ” : ૫ :
૩૧. સ્વલક્ષ ચૂક્યો તે દુઃખ; સ્વલક્ષ કરવું તે સુખ.
૩ર. અતીન્દ્રિય આનંદના બરફનો ડુંગર આત્મા, તેમાં રાગ–દ્વેષરૂપી
અગ્નિ કેવો? ચૈતન્યની અનુભૂતિની પરમશાંત ગૂફામાં શુભાશુભ–
રાગની આકુળતારૂપ આતાપ નથી.
૩૩. ભાઈ, જ્યાં રાગ પણ તારા શુદ્ધ સ્વરૂપમાં નથી ત્યાં જડ શરીર
તારું ક્યાંથી થઈ ગયું? જડ શરીરની ક્રિયાઓમાં તું નથી, તું તો
તેનાથી અત્યંત ભિન્ન છો; એ જડને તું સ્પર્શ્યો પણ નથી.
૩૪. જેમ બરફની પાટમાં સર્વત્ર ઠંડક જ ભરી છે, તેમ શુદ્ધનયવડે
ચૈતન્યસ્વરૂપ આત્માને અનુભવતાં તેમાં સર્વત્ર અતીન્દ્રિય શાંતિ જ
ઠાંસીઠાંસીને ભરેલી છે, આકુળતાનો અંશ પણ એમાં નથી.
૩પ. –પણ આવો અનુભવ કરવા માટે એકવાર મરણીયો થઈને
આત્મામાં ઊતરવું જોઈએ.
૩૬. અરે ભાઈ! તારું જે સ્વરૂપ સન્તો કહે છે તે વિચારીને એકવાર હા
તો પાડ! પોતાનું સ્વરૂપ પોતે યથાર્થ વિચારમાં પણ કદી લીધું નથી.
૩૭. આત્માનો સ્વભાવ સમીપ(તન્મયરૂપ) હોવા છતાં રાગમાં
એકતાબુદ્ધિને લીધે અજ્ઞાનીને તે દૂર લાગે છે. અરે! પોતાનો
સ્વભાવ પોતાથી દૂર! –એ તે કેવી રમત? –(દૂર કાં પ્રભુ દોડ તું!
મારે રમત રમવી નથી...)
૩૮. સ્વભાવથી દૂર તે દુર્ગતિ: સ્વભાવની સમીપતા–એકતા તે સુગતિ
(મોક્ષ) સ્વદ્રવ્યના આશ્રયે સુગતિ ને પરદ્રવ્યના આશ્રયે
ચારગતિરૂપ દુર્ગતિ.
૩૯. અહો, આવા શુદ્ધ સ્વતત્ત્વના અનુભવની રીત બતાવીને સન્તોએ
પરમ ઉપકાર કર્યો છે...તેમાં આત્માની દરકાર કરીને અંદર લક્ષ
કરવા જેવું છે.
૪૦
૭૯ પુષ્પોની મંગળમાળાના આ બરાબર વચલા મણકા વડે પૂ.
ગુરુદેવને હજારો ભક્તો હૈયાના ઉમળકાથી અભિનંદે છે: અહો!
સ્વાનુભૂતિદાતાર ગુરુદેવ! આપનો ઉપકાર અજોડ છે.
૪૧. સર્વજ્ઞ ભગવાને જેવો આત્મા દેખ્યો તેવો આત્મા જે પોતામાં દેખે
તેને સમ્યગ્દર્શન છે.