: ૬ : “આત્મધર્મ” : વૈશાખ : ર૪૯૪
૪ર. રે જીવ! દેહ અને રાગની સમીપતા વડે જે અનુભવ થાય તે તું નથી;
પણ તેનાથી દૂર (એટલે કે ભિન્ન) થઈને, અને શુદ્ધસ્વભાવની
સમીપ(એટલે કે એકત્વરૂપ) થઈને જે અનુભવ થયો તે તું છો.
૪૩. ‘આત્માના સ્વભાવની સમીપતા’ કહેતાં તેમાં દ્રવ્ય–ગુણ–પર્યાય
ત્રણે આવી ગયા; તે અનુભવને જ આત્મા કહ્યો. (આત્મા તે
દ્રવ્ય; સ્વભાવ તેના ગુણો; ને તેની સમીપતા તે નિર્મળ પર્યાય.)
આવા આત્મઅનુભવને જિનશાસન કહ્યું છે.
૪૪. અનંતાજીવો આવો આત્મઅનુભવ કરીકરીને સિદ્ધપદ પામ્યા છે,
ને તારામાં પણ એવો અનુભવ કરવાની તાકાત છે, તેથી તેનો
ઉપદેશ શ્રીગુરુએ આપ્યો છે.
૪પ. અરે, ચાર ગતિમાં અવતાર ધારણ કરી કરીને ભટકવું તે તો
ભગવાન આત્માને કલંક છે; તે કલંક મટાડવું હોય ને ચાર ગતિથી
છૂટીને સિદ્ધપદ પામવું હોય તો તારા આત્મસ્વભાવની સન્મુખ થઈને
શુદ્ધપણે તેનો અનુભવ કર. –એવો અનુભવ તે મોક્ષનો ઉપાય છે.
૪૬. શુદ્ધઆત્માના અનુભવને ‘શુદ્ધનય’ કહ્યો, ને તેને જ ‘આત્મા’
કહ્યો. –આવા આત્માનો અનુભવ તે સમ્યગ્દર્શનની રીત છે.
૪૭. તારો આત્મા પોતે ભગવાન છે, પોતે અનંત આનંદનો નિધાન
છે, તેની સમીપ જા... તો તને આનંદના નિધાન મળે.
૪૮. મારી આનંદદશાને મારા સ્વભાવ સાથે સંબંધ છે, મારી
આનંદદશાને બીજા સાથે સંબંધ નથી.–એમ ધર્મી અનુભવે છે.
૪૯. શુભ–અશુભ ભાવો તો આત્માની શુદ્ધતાને હણીને ઉત્પન્ન થાય
છે; શુદ્ધપર્યાયરૂપ આનંદદશાનો ઘાત થયો ત્યારે શુભ–અશુભ
રાગની ઉત્પત્તિ થઈ; –તો શુદ્ધતાના ઘાતક તે ભાવને આત્માનો
સ્વભાવ કેમ મનાય?
પ૦. આત્માનું જ્ઞાન તો શાંત–અનાકુળ આનંદથી ભરેલું છે; ને રાગાદિભાવો
દુઃખરૂપ આકુળતાવાળા છે.–એમાં બંનેની ભિન્નતા ઓળખીને, રાગથી
જુદા જ્ઞાનભાવપણે આત્માને અનુભવવો–તે ધર્મ છે.
પ૧. શુદ્ધસ્વભાવ સાથે સંબંધ થયો(એકતા થઈ) તેટલી પર્યાય સાચી;
રાગ સાથે સંબંધ થયો તે પર્યાય ખરેખર આત્માનું સ્વરૂપ નહિ.
પર. આત્માના શીતળ ચૈતન્યસ્વભાવથી દૂર જે રાગાદિભાવો તેમાં તો
આકુળતાની બળતરા છે શીતળસ્વભાવના અનુભવ વગરનો અજ્ઞાની
જે કાંઈ કરે તે કલેશ અને દુઃખ જ છે...શુભરાગ પણ આકુળતા જ છે.
પ૩. એક ક્ષણ પણ તારા શુદ્ધ આત્મસ્વરૂપને ભૂલીશ મા.