જેઠ : ૨૪૯૪ : આત્મધર્મ : ૨૭ :
બાલિવભાગથી અમને લાભ : સુશીલાબેન સી. જૈન :
પ્રી.યુની. આર્ટસ, ભુજ
(બાલવિભાગના સ્વર્ગસ્થ સભ્ય રીટાબેનની આ બહેન પણ બાલવિભાગમાં
ઉત્સાહથી ભાગ લઈ રહેલ છે. તેમનો નિબંધ અહીં આપેલ છે. આ ઉપરાંત તેમણે ધાર્મિક–
કક્કે પણ લખી મોકલ્યો છે. પહેલી કક્ષાના પાંચલેખોમાં આ લેખને સ્થાન મળ્યું છે; – જેમાં
કોલેજજીવન વખતે પણ બાલવિભાગ પ્રત્યે તેમને કેટલો ઉત્સાહ છે તે તેમણે વ્યક્ત કરેલ છે.
સ.નં.૧પ૦૧)
સીનેસૃષ્ટિના યુગમાં રાચી રહેલા બાળકો પર ધર્મની અસર કરવી એ એક જાદુ
જેવું ગણાય. આ કળીયુગમાં સીનેસૃષ્ટિના એકટરો જેમના આદર્શો છે અને સીનેમાના
ગાયનો જેમની ગીતા છે એવા બાળકોના જીવનમાં એકટરોને બદલે તીર્થંકરોનાં
જીવનનો આદર્શ મૂર્તિમંત કરવો, ને સીનેગીતોને બદલે વીતરાગવાણીનું ગુંજન કરાવવું
–એ અત્યંત જરૂરી છે. પાંચ વર્ષના કૂમળા બાળકોય જ્યાં જુઓ ત્યાં ફીલ્મી ગીત ગાતા
દેખાય છે, તેને તેમ સમજાવવું કે તું જીવ છો...ને શરીર તું નથી. –એ કાર્ય કેટલું મુશ્કેલ
છે! દરેક માતા ઈચ્છે કે મારા બાળક મહાવીર જેવા કે સીતાજી વગેરે જેવા બને; પણ
આજે દુનિયાના વાતાવરણમાં ધાર્મિક ભાવના તો જાણે કચડાઈ ગઈ છે. છતાં આપણા
આત્મધર્મના બાલવિભાગ દ્વારા હજારો બાળકોના જીવનમાં પરિવર્તન થઈ રહ્યું છે...ને
તેમના માબાપ પણ જે દેખીને પ્રસન્ન થાય એવા ઉત્તમ સંસ્કારો રેડાઈ રહ્યા છે. કેટલાય
બાળકોએ નિયમિત જિનેન્દ્રદેવના દર્શન શરૂ કર્યા, તત્ત્વજ્ઞાનના અભ્યાસમાં રસ લેવા
માંડ્યો, રાત્રિભોજન બંધ કર્યું, કંદમૂળ છોડી દીધા ને સીનેમા જોવાનું પણ બંધ કર્યું.
બાળકોના જીવનમાં આ એક જાદુઈ અસર ગણાય.
થોડા જ સમયથી શરૂ થયેલા બાલવિભાગે અદ્ભુત પ્રગતિ કરી અને બાળકોની
ઉન્નતિમાં મહત્વનો ફાળો આપ્યો. બાલવિભાગ ખૂબ સંસ્કારી છે. તે માત્ર બાળકોનો
નહિ પણ માતા–પિતાનોય અત્યંત પ્રિય બની ગયો છે. હજારો માતા–પિતા
બાલવિભાગદ્વારા પોતાના બાળકોને ધાર્મિક વૃત્તિનું સીંચન કરે છે, અને આનંદ પામે
છે. હજારો બાળકોના માતા–પિતાએ બાલવિભાગ ઉપર આશીષ વરસાવ્યા છે.
અમારા જેવા કોલેજિયનોને પણ બાલવિભાગે ધાર્મિક પ્રસાદી આપી છે. દર
મહિને છઠ્ઠી તારીખથી આઠમી તારીખ સુધી, બાલવિભાગ વાંચવા માટે તડપતા હૈયે
બારણા પાસે પોસ્ટમેનની પ્રતીક્ષા કરીએ છીએ. પોસ્ટમેન આવીને ‘આત્મધર્મ’
આપી જાય ત્યારે ખૂબ આનંદ થાય છે....હજી તે હાથમાં લઉં ત્યાં તો મારી નાની બેન
અને નાનો