Atmadharma magazine - Ank 296
(Year 25 - Vir Nirvana Samvat 2494, A.D. 1968).

< Previous Page   Next Page >


PDF/HTML Page 33 of 45

background image
: ૩૦ : આત્મધર્મ જેઠ : ૨૪૯૪ :
કોણ કહેત? બાલવિભાગ ન હોત તો આ ભૌતિકવાદી વાતાવરણમાં અમારા જેવા
અબુધ બાળકો આત્મદર્શનના એકડા ક્યાંથી ઘૂંટત? ને કોઈ દિવસ સિદ્ધપદની સીડી
ક્યાંથી પ્રાપ્ત કરી શકત!
બાલવિભાગમાં આવતું સાહિત્ય ખરેખર અમને સંત–મહાત્માઓની વાણીનો
પરિચય કરાવે છે ને તેમનો સત્સંગ કરાવે છે. અનેક મહાન પવિત્ર મુનિમહારાજોની
વાણીનો લાભ, અમને સમજાય તેવી ટૂંકી સાદી ને સરળ શૈલિથી બાલવિભાગ આપે છે.
‘અમે તો જિનવરના સન્તાન’ એવું શીખવનારો બાલવિભાગ, અમને સર્વે
સભ્યોને–એટલે કે મહાન ધર્મના વીરસંતાનોને–પરસ્પર વાત્સલ્ય ને આત્મજ્ઞાનની એક
પવિત્ર દોરીએ બાંધે છે. બાલવિભાગદ્વારા અમે સૌ એકતાના રંગે એવા રંગાયેલા છીએ
કે ક્યાંય ઝગડો રહેતો નથી. અમારો બધાનો એક જ માર્ગ છે–આત્મજ્ઞાન મેળવવું...
આત્મિક આનંદ મેળવવો.
બાલવિભાગ એટલે ખરેખર બાળકો માટેનો, બાળકોદ્વારા ચાલતો
આત્મમંથનનો માર્ગ. એમાં આવતી ટચૂકડી કથાઓ ધર્મના ઉત્તમ સંસ્કાર આપે છે.
બાળકોના હિત માટે લક્ષ આપીને ઉત્તમ સાહિત્યદ્વારા ધર્મશિક્ષણનો પ્રચાર ખૂબ વધાર્યો
છે. આજે નોવેલો અને વર્તમાનપત્રોનું પ્રકાશન ખૂબ વધી રહ્યું છે–પણ એ કુશાસ્ત્રો જેવું
સાહિત્ય બાળકોને આધ્યાત્મિક સંસ્કાર જરાય આપી શકતું નથી...ઊલ્ટા વિપરીત
સંસ્કાર પાડે છે. ત્યારે આપણા બાલવિભાગદ્વારા પીરસાતું સાહિત્ય વાંચનભિક્ષુ
બાળકોને નિર્દોષ આનંદ સાથે મોક્ષમાર્ગની પ્રેરણા આપે છે...એના જીવનને ઉત્તમ
આદર્શ તરફ લઈ જાય છે.
બાલવિભાગ એ બાળકોનો જ છે, એનો દરેક સભ્ય એ જાણે મુક્તિસેનાનો
સૈનિક છે–એમ દરેક સભ્ય તેને પ્રેમથી ચાહે છે...તેની સેવામાં, તેના વિકાસમાં ઉત્સાહથી
સાથ આપે છે...એના સંપાદક પણ બાલવિભાગના સભ્યો પ્રત્યે હાર્દિક પ્રેમથી તેને ખૂબ
વિકસાવી રહ્યા છે.....તેથી બધા બાળકો તેને પોતાના ભાઈ સમાન ગણે છે. આ રીતે
બાલવિભાગનું એક વિશાળ કુટુમ્બ છે.
આ રીતે, ભૌતિક સંપત્તિને તિલાંજલિ આપતો, ને આધ્યાત્મિક સુખના વાજાં
વગાડતો આપણો બાલવિભાગ મહાન ફળદાયી મહાન લાભદાયી છે.
અમારા આત્મધર્મનો બાલવિભાગ એમાં નથી એકેય ગેરલાભ,
એ તો બતાવે વીરપ્રભુનો માર્ગ; જેના લાભ અનંત અપાર,
–મહેશચંદ્ર જેવંતલાલ જૈન (મોરબી)