: ૧૮ : આત્મધર્મ : અષાડ : ૨૪૯૪ :
વાંચકો સાથે વાતચીત અને તત્ત્વચાર્
(સર્વે જિજ્ઞાસુઓનો પ્રિય વિભાગ)
પ્રશ્ન:– આત્મા અરૂપી છે, તો તે કઈ રીતે દેખાય? (પ્રેમકુમાર જૈન, નં ૩૧૯)
ઉત્તર:– અતીન્દ્રિયજ્ઞાનમાં અરૂપીને પણ જાણવાની તાકાત છે. અરૂપી વસ્તુ આંખથી ન
જણાય, પરન્તુ અતીન્દ્રિયજ્ઞાનથી તો જરૂર તેને જાણી શકાય.
સ. નં.૧૦૬ (મુંબઈ) : શ્રદ્ધા અને દર્શનઉપયોગ વચ્ચેના ભેદ સંબંધી પ્રશ્ન કોઈ
જાણકાર સાથે રૂબરૂ ચર્ચવાથી સમજાશે. આ વિભાગને માટે એ ચર્ચા સૂક્ષ્મ પડે.
સ. નં.૨૪૬ (ગોંડલ) ભૂતકાળ કરતાં ભવિષ્યકાળની પર્યાયો અનંત ગુણી છે.
તે બાબત તમે પૂછયું; તે સંબંધી સૂક્ષ્મ ચર્ચા વિસ્તારથી તો અહીં નહીં ચર્ચીએ,
પણ ટૂંકામાં સિદ્ધાંતની એક ગણતરી આપીએ છીએ–
જીવની સંખ્યા– ભૂતકાળનાં સમયો કરતાં અનંતગણી.
જીવની સંખ્યા– ભવિષ્યકાળના સમયો કરતાં અનંતમાં ભાગે.
આ ઉપરથી, જો તમે ગણીતમાં પ્રવીણ હશો તો તરત ખ્યાલમાં આવી જશે કે
ભૂતકાળ કરતાં ભવિષ્યકાળ અનંત ગણો છે; એટલે ભૂતકાળ કરતાં
ભવિષ્યકાળની અનંતગણી પર્યાય થવાનું સામર્થ્ય વસ્તુમાં છે.
પ્રશ્ન:– મહાવીર ભગવાને લગ્ન કર્યા હતા કે નહીં? (હસમુખ જૈન, જામનગર)
ઉત્તર:– ના.
પ્રશ્ન:– અનંતવાર આપણે મનુષ્ય–અવતાર પામ્યા ત્યારે સત્પુરુષ અને સદુપદેશ મળ્યા
હશે કે નહીં?
ઉત્તર:– ભાઈ, જગતમાં તો સત્પુરુષ સદાય છે, પણ જ્યારે પોતે તેમને ઓળખે અને
તેમના ઉપદેશને સમજીને આત્મજ્ઞાન કરે, ત્યારે પોતાને સત્પુરુષ અને સદુપદેશ
મળ્યા કહેવાય. જેમ ઉત્તમ ભોજન તો સામે પડયું હોય પણ પોતે ખાય નહીં તો
ભૂખ મટે નહિ; પોતે ખાય તો ભોજન મળ્યું કહેવાય, તેમ સત્પુરુષને પોતે