: અષાડ : ૨૪૯૪ : આત્મધર્મ : ૧૯ :
ન ઓળખે તો પોતાને લાભ થાય નહિ. પોતે ઓળખીને લાભ લ્યે તો ખરેખર
સત્પુરુષ મળ્યા કહેવાય.
પ્રશ્ન:– આપણે સૂતી વખતે વીતરાગદેવનું (પંચ પરમેષ્ઠીનું) નામ શા માટે લઈએ છીએ?
ઉત્તર:– કેમકે પોતાને તેમના જેવા થવું છે, વીતરાગ થવાની પોતાની ભાવના છે એટલે
સૂતા ઊંઘમાં પણ એ જ ભાવનાનું રટણ રહ્યા કરે, તેથી ણ મોકકાર મંત્ર
બોલીને સૂતાં ને ઊઠતાં પંચ પરમેષ્ઠીને યાદ કરીએ છીએ. બંધુઓ, સૂતાં ને
ઊઠતાં પંચ પરમેષ્ઠી ભગવાનને યાદ કરવાની ટેવ પાડજો.
રાજકોટથી નવા સભ્યો લખે છે – ‘‘આત્મધર્મનો બાલવિભાગ દર મહિને ઘણા
રસપૂર્વક વાંચીએ છીએ, અને જીવ તથા શરીરની ભિન્નતા વિષે વધુ ને વધુ
જ્ઞાન મેળવવા ઉત્સુક છીએ. આત્મધર્મના સંપાદકીય લેખમાં, જૈન પાઠશાળા શરૂ
કરવા માટે આપનો વિચાર ઘણો જ આવકારદાયક છે, અને આ અંગે અત્રેના
વડીલોનું અમે ધ્યાન દોરેલ છે. જૈનપાઠશાળા ખરેખર અમારા જેવા અલ્પજ્ઞ
બાળકોમાં ધર્મસંસ્કારોનું સીંચન કરશે અને જ્ઞાન ખીલવશે. બાલવિભાગદ્વારા
નાનપણથી બાળકોમાં આત્મજ્ઞાનની લગની લગાડવા બદલ અભિનંદન!
–પ્રકાશચંદ્ર તથા ધીરીશકુમાર.
પ્રશ્ન:– કેવા પાપ કરવાથી જીવને નરકમાં જવું પડે? ને જીવને સંસારમાં કેમ રખડવું
પડે છે? (પંકજ જૈન નં.૧૮૦)
ઉત્તર:– ભાઈશ્રી, આત્માનું અજ્ઞાન એ જ સૌથી મોટી ભૂલ છે, ને તેને લીધે જીવ
સંસારની ચારે ગતિમાં રખડે છે. નરકમાં જવું પડે એવા પાપ અજ્ઞાનીને જ
બંધાય છે. માટે નરકની ખરી બીક હોય તો અજ્ઞાન છોડીને આત્મજ્ઞાન કરવું
જોઈએ.
કેવા પાપ કરવાથી નરકમાં જવું પડે–એમ તમે પૂછયું, એના કરતાં તમે
એમ કેમ ન પૂછયું કે ‘શું કરવાથી મોક્ષમાં જવાય? ’ –જો તમે એમ પૂછયું હોત
તો તેનો ઉત્તર એમ મળત કે ‘સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રની ઉપાસના કરવાથી
મોક્ષ પમાય છે.
પ્રશ્ન:– નિગોદના દુઃખોના વર્ણનમાં કહ્યું છે કે એક શ્વાસોશ્વાસમાં ૧૮ વાર જન્મમરણ
કરે છે : તો જન્મ–મરણ કરે તેમાં દુઃખ શું? (સ. ન.૧૮૦)