Atmadharma magazine - Ank 297
(Year 25 - Vir Nirvana Samvat 2494, A.D. 1968).

< Previous Page   Next Page >


PDF/HTML Page 23 of 45

background image
: ૨૦ : આત્મધર્મ : અષાડ : ૨૪૯૪ :
ઉત્તર:– ભાઈ, એક શ્વાસોશ્વાસમાં ૧૮ વખત જન્મમરણ થાય એવો સંયોગ તો એવા
જીવને જ હોય છે કે જેને અંદર તીવ્ર મોહ હોય...એ તીવ્ર મોહનું જ તેને તીવ્ર
દુઃખ છે, ને એ દુઃખ સમજાવવા સંયોગથી કથન કરવામાં આવ્યું છે–કેમકે
સામાન્ય જીવોને એ રીતે જ દુઃખનો ખ્યાલ આવે છે. બાકી તો સિદ્ધોનું સુખ જેમ
ઈન્દ્રિયગમ્ય નથી, તેમ એકેન્દ્રિય જીવોનું મહાદુઃખ પણ ઈન્દ્રિયગમ્ય નથી.
ભાવમરણની તીવ્રતા હોય ત્યાં જ દ્રવ્યમરણની એવી તીવ્રતા (૧૮ વાર
જન્મમરણ) હોય છે; જેને ભાવમરણ નથી એવા નિર્મોહી જીવોને દ્રવ્યમરણ પણ
હોતું નથી. મોક્ષ થાય તેને મરણ નથી કહેવાતું. એટલે જન્મ–મરણ વગેરેનાં જે
તીવ્ર દુઃખો વર્ણવ્યા છે ત્યાં તેની સાથેના તીવ્ર ભાવમરણનું જ એ દુઃખ છે. –
એમ સમજવું.
પ્રશ્ન:– કયા ભગવાન કૈલાસગિરી પરથી મોક્ષ પામ્યા? (હસમુખ જૈન, પ્રાંતીજ)
ઉત્તર:– ઋષભદેવ ભગવાન. (નમો ઋષભ કૈલાસ પહાડં)
પ્રશ્ન:– (૧) ભરત અને ઐરવતક્ષેત્રમાં ૨૪–૨૪ તીર્થંકરો છે ને વિદેહમાં ૨૦ તીર્થંકરો
છે–એનું શું કારણ? (અકલંક જૈન, નં ૪૪૪ સાબલી)
ઉત્તર:– ભાઈશ્રી, આપણા ભરતમાં કે ઐરવત ક્ષેત્રમાં જ્યારે ૨૪ તીર્થંકરો થાય છે
એટલા વખતમાં વિદેહક્ષેત્રમાં તો વીસ નહિ પરંતુ અસંખ્યાતા તીર્થંકરો થાય છે.
અહીં ઋષભદેવથી માંડીને મહાવીર તીર્થંકર થયા તેની વચ્ચેના કાળમાં વિદેહમાં
અસંખ્યાતા સીમંધર ભગવંતો થઈ ગયા. વિદેહમાં જે વીસ તીર્થંકરો કહેવામાં
આવે છે તે તો ‘શાશ્વત’ એટલે કે એટલા તીર્થંકર ભગવંતો તો પાંચ વિદેહમાં
સદાય હોય જ. તેમાં વચ્ચે ભંગ ન પડે. જેમ ભરતક્ષેત્રમાં તો અત્યારે તીર્થંકર
નથી, પણ વિદેહમાં તીર્થંકર ન હોય એવું કદી ન બને. કોઈવાર પાંચવિદેહમાં
એક સાથે ૧૬૦ તીર્થંકરો પણ વર્તતા હોય છે. આ બાબતનો અભ્યાસ કરશો તો
વિશેષ ઘણું જાણવાનું મળશે.
પ્રશ્ન:– (૨) વીસ તીર્થંકર ભગવંતોના ચિહ્ન શું છે?
ઉત્તર:– ભરતક્ષેત્રના પહેલા તીર્થંકર ઋષભદેવનું જે ચિહ્ન, તે જ વિદેહના પહેલા તીર્થંકર
સીમંધરનાથનું ચિહ્ન, ત્યારપછી અનુક્રમે ચિહ્ન આ પ્રમાણે છે– (૨) હાથી