Atmadharma magazine - Ank 297
(Year 25 - Vir Nirvana Samvat 2494, A.D. 1968).

< Previous Page   Next Page >


PDF/HTML Page 24 of 45

background image
: અષાડ : ૨૪૯૪ : આત્મધર્મ : ૨૧ :
(૩) મૃગ (૪) મર્કટ (પ) સૂર્ય (૬) ચંદ્ર (૭) સિંહ (૮) ગજ (૯) સૂર્ય
(૧૦) ચંદ્ર (૧૧) શંખ (૧૨) વૃષભ (૧૩) પદ્મ (૧૪) ચંદ્ર (૧પ) સૂર્ય
(૧૬) વૃષભ (૧૭) હરણ (૧૮) ચંદ્ર (૧૯) સ્વસ્તિક (૨૦) પદ્મ.
(જુઓ, જિનેન્દ્રસ્તવનમંજરી પાનું : ૮૬ થી ૯૩ ત્રીજી આવૃત્તિ)
(આ લક્ષણોમાં એટલી વિશેષતા છે કે ચંદ્ર લક્ષણ ચાર ભગવંતોનું છે,
એ જ રીતે સૂર્ય ત્રણ ભગવંતોનું લક્ષણ છે, વૃષભ પણ ત્રણ ભગવંતોનું લાંછન
છે; પદ્મ અને હાથી એ બે ભગવંતોનું લક્ષણ છે. આમાં ૧૭મા ભગવાનનું ચિહ્ન
સ્પષ્ટ નથી સમજાતું પણ લગભગ હરણ હોય તેવું લાગે છે; એટલે તે પણ બે
ભગવંતોનું ચિહ્ન થયું. –આમ એકંદર માત્ર દશ પ્રકારનાં ચિહ્નોમાં વીસે
ભગવંતોનું લાંછન આવી જાય છે.)
પ્રશ્ન:– (૩) રાગ–દ્વેષ જીવની પર્યાય છે કે પુદ્ગલની?
ઉત્તર:– જીવની.
B.Sc. ઉપરાંત LL.B. નો અભ્યાસ કરતાં એક નવા સભ્ય આંબાનું ઝાડ
(સભ્ય– પત્રકમાં) દેખીને આનંદથી લખે છે કે–કાર્ડ જોઈને ઘણો આનંદ થયો;
કારણ આ વર્ષે આંબા તો મોંઘા હતા પરંતુ બાલવિભાગનું આંબાનું ઝાડ ઘરે
બેઠા આવ્યું; અને તે આંબા (સમ્યગ્દર્શનાદિ) બારે માસ ફળે ને બારે માસ
ખવાય, તેમાં સીઝન જોવાનું રહેતું નથી. આવા આંબા ખાવા માટે જરૂર
પુરુષાર્થ કરશું.
પ્રફૂલ્લ જૈન, મુંબઈ.
આત્માની ઊર્ધ્વતા
અદ્ભુત જ્ઞાનવૈભવવાળો આત્મા ત્રિલોકનો સાર છે, બધા પદાર્થોમાં
આત્માની ઊર્ધ્વતા છે, કેમકે આત્મા ન હોય તો જગતને જાણે કોણ? જગત
છે–એમ તેના અસ્તિત્વનો નિર્ણય આત્માના અસ્તિત્વમાં જ થાય છે.
જગતનો જાણનાર એવો જે જ્ઞાનસ્વરૂપ આત્મા, તેના અસ્તિત્વના સ્વીકાર
વગર જગતના કોઈ પદાર્થના અસ્તિત્વનો નિર્ણય થઈ શકે નહીં. માટે બધા
પદાર્થોમાં આત્માની ઊર્ધ્વતા છે.