: ૨૨ : આત્મધર્મ : અષાડ : ૨૪૯૪ :
મોક્ષમાર્ગ એટલે અતીન્દ્રિય સુખનો અનુભવ
(ધર્માત્માની મોક્ષસાધનાનું ઉત્તમ વર્ણન)
(સમયસાર–કલશ : ૧૯૦–૧૯૧)
નિર્વિકલ્પ જ્ઞાન–આનંદસ્વરૂપ આત્મા તેના અનુભવરૂપ શુદ્ધપરિણતિ તે જ
મોક્ષમાર્ગ છે. સમ્યગ્દ્રષ્ટિ જીવો અશુભ અને શુભ બંનેથી પાર થઈને અતીન્દ્રિયસુખના
અનુભવસહિત મોક્ષમાર્ગને સાધે છે. મોક્ષમાર્ગમાં શુદ્ધસ્વભાવના અનુભવનો જ ઉદ્યમ
છે. રાગમાં રોકાય તેટલો પ્રમાદ છે, તે તો ભાર છે–બોજો છે. સર્વ રાગના ભારથી
હળવો થઈને અતીન્દ્રિયસુખરૂપ અમૃતના પ્રવાહમાં મગ્ન થાય છે તે જીવ મોક્ષનો ઉદ્યમી
છે. અરે, અશુભ તો છોડયા, પણ શુભરાગમાં રોકાય તો મોક્ષ કેમ સધાય?
જે ચૈતન્યના અનુભવનું કાર્ય છોડીને આખો દિ’ બીજા કાર્યોના વિકલ્પો કર્યા
કરે છે તે આળસુ છે, પ્રમાદી છે, અનુભવને માટે તે ઉદ્યમી નથી પણ શિથિલ છે.
ધર્માત્મા તો બાહ્ય કાર્યોથી વિમુખ થઈને શુદ્ધચૈતન્યના અતીન્દ્રિયસુખના અનુભવમાં
મગ્ન થયા છે, ને એવા સ્વભાવના ઉદ્યમવડે તે મોક્ષને સાધે છે. મોક્ષની સાધના તો
અતીન્દ્રિયસુખના અનુભવવાળી છે, વિકલ્પ વડે તે સાધના થતી નથી. ખૂબ
શુભવિકલ્પો કર્યા કરવાથી મોક્ષમાર્ગ થઈ જાય–એમ બનતું નથી. અહીં તો કહે છે કે
શુભરાગમાં પડયો રહે તો તું પ્રમાદી છો...તે પ્રમાદ છોડીને મોક્ષમાર્ગમાં ઉદ્યમી થા,
એટલે કે શુદ્ધચૈતન્યના સુખને અનુભવવામાં મગ્ન થા. શુદ્ધોપયોગ– પરિણતિવડે જ
મુક્તિ થાય છે.
વીતરાગસ્વરૂપ આત્મા પોતાના વીતરાગભાવરૂપ કાર્યને ન કરે તો તે પ્રમાદી
છે; શુભરાગ તે પણ પ્રમાદનો પ્રકાર છે, તે અશુદ્ધતા છે, આળસ છે. શુદ્ધઉપયોગ તે જ
આત્માની જાગૃતી છે, તેમાં જ આનંદ છે. રાગ તો પરાશ્રિતભાવ છે, તેમાં આકુળતા છે.
મોક્ષમાર્ગ તો આત્મ–આશ્રિત શુદ્ધ પરિણામ છે. શુભરાગ તો મોહપરિણામ છે, ને
મોક્ષમાર્ગરૂપ ધર્મ તે તો નિર્મોહપરિણામ છે. મોહ–રાગ–દ્વેષરહિત શુદ્ધ પરિણામને જ
ભગવાને જિનશાસન કહ્યું છે, તેને જ જૈન ધર્મ કહ્યો છે; રાગને જિનશાસનમાં ધર્મ
નથી કહ્યો, તેને તો મોહ કહ્યો છે.
અરે, આવા શુદ્ધપરિણામરૂપ ધર્મને જાણે પણ નહિ ને આળસુ થઈને રાગમાં જ
પડ્યા રહે તેને મોક્ષમાર્ગ ક્યાંથી સધાય? રાગ તો અશુદ્ધતા છે તેમાંથી શુદ્ધતા કેમ
આવશે? રાગને અનુભવનારો જીવ અશુદ્ધ છે, શુદ્ધચૈતન્યને અનુભવનારો