Atmadharma magazine - Ank 297
(Year 25 - Vir Nirvana Samvat 2494, A.D. 1968).

< Previous Page   Next Page >


PDF/HTML Page 27 of 45

background image
: ૨૪ : આત્મધર્મ : અષાડ : ૨૪૯૪ :
વૈશાખમાસની ઈનામી યોજનામાં કોને લખ્યું ને શું લખ્યું
તેનું અવલોકન અહીં આપીએ છીએ.
(ગતાંકથી ચાલુ)
જામનગરથી જયેન્દ્ર, હરીશ, મહેશ અને ગીરીશ ( નં. ૧૦૦૮, ૧૪૧૦–૧૧–૧૨) એ ચારે
સભ્યોએ મોકલેલા સંયુક્ત લખાણમાં ધર્મના આંક તથા કક્કો (અધૂરા), કોયડા તથા
બાલવિભાગથી લાભ–એનું લખાણ મોકલેલ છે; ઉપરાંત અવિનાશી આતમરામનું એક
સાદું છતાં ભાવવાહી ચિત્ર મોકલ્યું છે. (દરેક બાળક પોતાનું લખાણ પોતાના હાથે જ
લખીને મોકલે એ ખાસ (ઈચ્છનીય છે.)
સ.નં.૧૦૦૮ લખે છે કે – ) ‘‘બાલવિભાગ–નામ વાંચતા એમ લાગે કે નાના બાળકો
માટે જ એ હશે. હા, બાળકો માટે ખરું, પણ એના વાંચનથી નાના–મોટા સૌને લાભ
થાય છે. જીવનનું અંતિમ ધ્યેય શું ?–મોક્ષ; તે માટે શું કરવું જોઈએ? –આત્માની સાચી
સમજણ. સાધ્ય સિદ્ધ કરવા માટેનું સાધન મળતાં કોને આનંદ ન થાય! બાળવિભાગ
નાનપણથી જ બાળકોમાં ધાર્મિક સંસ્કાર પાડે છે અને બાળકોને રસ પડે તેવા ધાર્મિક
પુસ્તકો ભેટ આપીને તેમનો ઉત્સાહ વધારે છે. ‘કૂમળી ડાળીઓ વાળીએ તેમ વળે’ તે
રીતે બાળકોને જો શરૂઆતથી જ ધર્મસંસ્કાર તરફ વાળવામાં આવે તો ભવિષ્યમાં ધર્મને
તે કદી ભૂલશે નહીં. ધર્મ વગર ભવ નકામો ચાલ્યો ન જાય–તે માટે નાનપણથી જ
બાળકોમાં ધર્મ પ્રત્યેનો પ્રેમ અને ઉત્સાહ જગાડનાર આત્મધર્મ તેના બાલવિભાગ દ્વારા
ભવિષ્યની પેઢી માટે ખરેખર માર્ગદર્શક બની રહ્યો છે.
(जयजिनेन्द्र)
ઈન્દોરથી મીરાંબેન એમ. જૈન (સ.નં. ૭૪૧) તેમણે બાલવિભાગથી લાભનો નિબંધ,
ધાર્મિક કક્કો અને કોયડા ઉપરાંત જૈન ઝંડાનું સુંદર ચિત્ર (બાળપોથી અનુસાર) કરીને
મોકલ્યું છે. સાથે એક હિન્દી–દોહરામાં લખે છે કે–
दो एकम दो, दो दूनी चार।
मोक्षके लिये सदा रहो तय्यार।।
ધ્રાંગધ્રાથી સ. નં. પ૪૩ રાજેશ્રીબેને ધાર્મિક કક્કો તથા આત્મધર્મમાંથી શોધી કાઢેલી
કેટલીક લખી મોકલી છે :–
(૧) મન હોય તો માળવે જવાય મુમુક્ષુ હોય તો મોક્ષે જવાય
. (૨) પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહિ, લાગ્યો આતમરંગ....મરે પણ મીટે નહિ.
(૩) અરીસામાં જેવું હોય તેવું ઝળકે, જ્ઞાનમાં જ્ઞેયો હોય તેવા જણાય.
દિલ્હીથી દીપક જૈન (નં.૧૬૬) જેઓને ગુજરાતી કાચું પાકું આવડતું હોવા છતાં