: અષાડ : ૨૪૯૪ : આત્મધર્મ : ૨૫ :
ઉત્સાહથી બાલવિભાગમાં હંમેશ રસ લ્યે છે, તેમણે ધાર્મિક કક્કો લખી મોકલ્યો છે;
જેમાંના કેટલાક વાક્યો આ અંકના કક્કામાં આવેલ છે.
• લાઠીથી ભરતકુમાર જૈન No ૬૪૦) એક કોયડા સાથે નીચે મુજબ સુવાક્યો લખી
મોકલે છે –
C
મંધરTર્થંકર Vદેહમાં Bરાજે છે.
અરિહંતPતા ને Gનવાણી માતાનો જય હો. કાનGસ્વામીની Oગણ ACમી જન્મજયંT
V
છીયામાં થE.
ભગવાનને ગોતો
ચાર અક્ષરનું નામ છે, તે એક ભગવાન છે;
પહેલા અને ચોથા અક્ષરમાં જંગલ છે. ત્રીજા અને ચોથા અક્ષરમાં મોટાઈ છે. ત્રીજો
ચોથો ને પહેલો અક્ષર તેમાં મનુષ્ય છે. ચોથાને પહેલા અક્ષરમાં નવનિધાન છે.
– શોધી કાઢો એ તીર્થંકરદેવને. (કોયડો મોકલનાર ભરતકુમાર જૈન લાઠી)
• શૈલેશકુમાર ધીરજલાલ જૈન નં ૪પ૨ લાઠી : તેમણે ધર્મનો કક્કો તથા ૧ થી ૧૦૦
સુધીના આંકની રચના લખી મોકલી છે. કેટલાક અંકોની વાક્યરચના અને ભાવના બંને
સુંદર છે.
• ખેડબ્રહ્માથી સ. નં. ૪૯ લખે છે કે–
‘‘બાલવિભાગના સભ્ય થવાથી અમે રાત્રે ખાવાનું બંધ કર્યું, સીનેમા જોવાનું
પણ છોડી દીધું, અને ધર્મમાં ઘણું જાણવાનું મળ્યું. પ્રશ્નો અને જવાબો વાંચવાથી અમને
ઘણો આનંદ થાય છે. અમારા બીજા મિત્રોને પણ સભ્ય બનાવવાનું મન થાય છે. અમને
ભેટ મળતી ચોપડી (દર્શનકથા ભગવાન ઋષભદેવ, ભગવાન મહાવીર વગેરે) વાંચીને
આનંદ થાય છે. મને ધર્મના ચિત્રોનો શોખ છે; અમે આત્મધર્મ વાંચીએ છીએ. ને
ભગવાનની ભક્તિ કરીએ છીએ. પરીક્ષા હોવાથી વિશેષ લખી શકતા નથી. –जयजिनेन्द्र
મુંબઈથી દેવજીભાઈ એચ. જૈન ધાર્મિક કક્કો, ૧ થી ૨૦ સુધીના આંકની રચના
કેટલાક દોહરા તથા આધ્યાત્મિક ચિત્રો મોકલ્યા છે. ચિત્રો દ્વારા ભેદજ્ઞાનની ભાવના રજુ
કરી છે ને એક બાળક પોતાના ચૈતન્યસ્વભાવનું ધ્યાન કરે છે–તે દેખાડ્યું છે. કક્કો અને
આંકની રચના પણ સુંદર છે. તેમાંથી યોગ્ય લાગશે તે પસંદ કરીને ઉપયોગ કરીશું. થોડોક
નમૂનો–(રાગ ચોપાઈ જેવો)
કક્કા કેવળ જ્ઞાનસ્વરૂપ; ખખા ખરો તું આતમરૂપ.
ગગા તું જ્ઞાનનો ભંડાર; ઘઘા ઘટઘટનો જાણનાર.
• ભાઈશ્રી ધીરજલાલ જૈન–જેઓ સોનગઢમાં કેટલોક વખત રહી ગયા છે ને હાલ
ઉગામેડીમાં સ્કુલના હેડમાસ્તર છે, તેમણે કાવ્યશૈલિમાં ‘‘સુપ્રભાત’’ લખી મોકલ્યું છે,
૭૯મા જન્મોત્સવ પ્રસંગે લખાયેલ ૭૯ પંક્તિના આ કાવ્યમાં ઉમરાળામાં ગુરુદેવના
જન્મોત્સવ પ્રસંગના સુપ્રભાતનું તથા ગુરુમહિમાનું અલંકારિક વર્ણન છે.
• અમદાવાદથી અજયકુમારજી (નં.૮૧) એ ધાર્મિક કક્કો તેમજ આંક લખી મોકલેલ