Atmadharma magazine - Ank 297
(Year 25 - Vir Nirvana Samvat 2494, A.D. 1968).

< Previous Page   Next Page >


PDF/HTML Page 29 of 45

background image
: ૨૬ : આત્મધર્મ : અષાડ : ૨૪૯૪ :
છે. મુંબઈથી રાજેશ એન. જૈન (નં.૨૯૬) પણ ધાર્મિક કક્કો લખી મોકલે છે.
અશોકકુમાર મણિલાલ જૈન (નં.૭૧૭ તેમણે ધાર્મિક કક્કો લખી મોકલેલ છે, તેની રચના
સુંદર ભાવવાળી છે.
ભરતકુમાર તથા દીપકકુમાર વસંતરાય જૈન (નં. ૧૩૪૦–૧૩૪૧) બંને ભાઈઓએ ૧
થી ૧૦ સુધીના આંકદ્વારા ઋષભદેવ પ્રભુની સ્તુતિ (ઋષભદેવ ભગવાનના
પુસ્તકમાંથી), તથા વિસ્તૃત ધાર્મિક કક્કો લખી મોકલ્યા છે, તેમાં દોહન સારૂં કર્યું છે.
ઉપરાંત બાહુબલી ભગવાનનું મોટું ચિત્ર પેન્સીલથી દોરીને તેમણે મોકલ્યું છે. નાનકડા
હાથે ચીતરાયેલા મોટા ભગવાનને દેખીને આનંદ થયો. આ ચિત્રને કારણે તેઓ
ઉત્તમકક્ષાના ઈનામમાં સ્થાન મેળવે છે. સાથેના પત્રમાં તેઓ લખે છે કે– ‘‘આવી
પ્રવૃત્તિથી અમને ખાસ ઉત્સાહ મલે છે, તો હર વેકેશનમાં આવી રીતે અમારા
બાલમિત્રોનો ટાઈમ આવી ધર્મપ્રવૃત્તિમાં રોકાય એવી યોજના કરવા ખાસ આગ્રહભરી
વિનતિ છે. જેથી અમને ધર્મ પ્રત્યે પ્રોત્સાહન મળે ને અશુભ ભાવથી નિવૃત્ત થવાય.’’
અંકલેશ્વરથી સ. નં.૧૧૪૨ નયનાબેન જૈને ભાવભીના ત્રણ ચિત્રો મોકલ્યાં છે–જેમાં
(૧) કુંદકુંદપ્રભુ ધ્યાન ધરે છે, (૨) વિદેહમાં સીમંધરભગવાન પાસે જાય છે ને (૩)
પોન્નૂર ઉપર સમયસાર લખે છે–એ દ્રશ્યો છે. તેમને ચિત્રોના સુંદર ભાવો બદલ
ઉત્તમકક્ષાના ૧પ લેખોમાં સ્થાન મળે છે.
નિખીલકુમાર પ્રતાપરાય જૈન (નં. ૯૬૧) કલકત્તા : તેમને કલકત્તા જેવા દૂર શહેરમાં
ગુજરાતી ભાષાનો ઓછો પરિચય છતાં ભાંગીતૂટી શૈલિમાં ધાર્મિક કક્કો ને આંક લખી
મોકલ્યા છે. સાથે લખે છે કે– ‘‘બાલવિભાગમાં ઉત્સાહથી ભાગ લઉં છું; દર્શનકથા વગેરે
ભેટપુસ્તકો ઘણા રસપૂર્વક વાંચ્યા, ને ખૂબ જાણવાનું મળ્‌યું. મારા જન્મદિવસે મને પિતાશ્રી
તરફથી ભેટમાં મળેલા રૂા.૧૧ હું બાલવિભાગને ભેટ મોકલું છું. અહીં રજાને દિવસે હું
જિનમંદિરે દર્શન કરવા જઉં છું; હંમેશા મોરનીંગસ્કુલ હોવાથી અને અમારા ઘરથી
જિનમંદિર ઘણું દૂર પડતું હોવાથી રોજ જઈ શકતા નથી, પણ ઘરે ભગવાનના ફોટા છે
તેના દર્શન તથા સ્તુતિ કરીએ છીએ. બાલવિભાગથી અમને બહુ આનંદ આવે છે.
મુંબઈથી ભરતકુમાર ચંદુલાલ જૈન (નં.૧૭૩પ) તેમણે સોનગઢના સીમંધર
ભગવાનનું મજાનું ચિત્ર પેન્સીલથી કરી મોકલ્યું છે. આત્મધર્મમાં આવી ગયેલા ૧૯
કોયડાની સાથે ધાર્મિક આંક ને ભાંગ્યો–તૂટ્યો કક્કો લખી મોકલેલ છે.
બોરીવલીથી રાજુબેન જૈન (નં.૧૧૩૮) ધાર્મિક કક્કો લખી મોકલ્યો છે. તથા
હંસાબેન જૈન (નં.૧૧૩પ) જેઓ કોલેજમાં અભ્યાસ કરે છે, તેઓ ‘બાલવિભાગથી મને
લાભ’ એ વિષયમાં લખે છે કે–
‘‘બાલવિભાગ ફક્ત નાના બાળકો માટે નથી પણ કોલેજીયનો પણ તેમાં ભાગ
લઈ શકે છે–એ જાણીને મને ખૂબ આનંદ થયો; કારણ કે ફક્ત બાળકોમાં જ
ધાર્મિકસંસ્કાર