Atmadharma magazine - Ank 297
(Year 25 - Vir Nirvana Samvat 2494, A.D. 1968).

< Previous Page   Next Page >


PDF/HTML Page 30 of 45

background image
: અષાડ : ૨૪૯૪ : આત્મધર્મ : ૨૭ :
રેડવાના નથી પણ તે દ્વારા બધાને શુદ્ધ અધ્યાત્મજ્ઞાન મળે –એ હેતુ છે.
બાલવિભાગદ્વારા જુદા જુદા ગામમાં ને દેશમાં રહેલા જિનસંતાનોની (–આપણા
સાધર્મી ભાઈ–બેનોની) ઓળખાણ થાય છે, તે ઉપરાંત સવાલ–જવાબ દ્વારા અનેક ન
સમજાતા રહસ્યોનો ઉકેલ મળે છે, તેથી જુની અને ખોટી માન્યતાઓ દૂર થાય છે, ને
સાચા ધર્મનો મહિમા સમજાય છે. દેવ–ગુરુ–શાસ્ત્ર પ્રત્યે પરમ ભક્તિ જાગે છે. તથા
બાલવિભાગમાં આવતી સારી સારી શિખામણ (જેવી કે હંમેશાં ભગવાનના દર્શન કરવા,
રાત્રિભોજન છોડવું વગેરે) અમારા જીવનમાં સારા સંસ્કાર પાડે છે. આ રીતે નાનપણથી
ધર્મના સારા સંસ્કાર રેડાતા હોવાથી આગળ જતાં ખૂબ લાભકારી થશે–એ ચોક્કસ છે.
આ રીતે બાલ વિભાગથી અમને મહાન લાભ છે. તેથી જ, ‘બાલવિભાગ’ શરૂ થયા પછી
આખું ‘આત્મધર્મ’ હોંશથી વાંચીએ છીએ.’’
जयजिनेन्द्र
પારુલબેન વસંતલાલ જૈન નં.૧૨પ૧ –તેમણે ધાર્મિક કક્કો તથા ૧ થી ૧૦૦ સુધીના
આંક મોકલ્યા છે; રચના ભાવવાળી છે. સાથે એક સરસ મજાનું ચિત્ર મોકલ્યું છે. જેમાં
ઘનઘોર કાળા વાદળને ભેદીને સોનેરી કહાનસૂર્ય ઊગી રહ્યો છે તે દ્રશ્ય છે, ચિત્રનો
પરિચય આપતાં તેમણે લખ્યું છે કે– ‘‘અહો, કાળા ઘનઘોર વાદળારૂપી સંસારમાં, જ્ઞાન–
જ્યોતે ઝળહળતા ગુરુદેવરૂપી સોનેરી સૂરજ અમને દર્શન દે છે. શું અદ્ભુત છે આ દ્રશ્ય!
ઓહો, અમારા ધનભાગ્ય કે આવા જ્ઞાનીપુરુષના અમને દર્શન થયા.’’ (આ ચિત્રને
લીધે ઉત્તમકક્ષાના લેખોમાં પારુલબેન સ્થાન મેળવે છે.)
અમદાવાદથી પ્રવીણકુમાર સી. જૈન (નં. ૪૪પ) તથા વડોદરાથી મુકેશ અમૃતલાલ જૈન
(
No.
૧૭૬પ) અને વાંકાનેરથી સતીશકુમાર વૃજલાલ જૈન (નં.૧૨૩) તેમણે દરેકે
ધાર્મિક કક્કો (અધૂરો) મોકલ્યો છે.
સુધીર રતિલાલ જૈન (No. ૨૮૭) અધૂરો ધાર્મિક કક્કો, આંક તેમજ ગુરુદેવનું ચિત્ર
મોકલ્યું છે. ગુરુદેવ પ્રવચન આપી રહ્યા છે તે ભાવ ચિત્રમાં ઉપસાવ્યા છે.
મદ્રાસથી સ. નં. ૭૨૦ હસમુખ જે. જૈને મહેનતપૂર્વક ચિત્ર તૈયાર કરીને મોકલ્યું છે–તેમાં
એ ભાવ દર્શાવ્યા છે કે પં. ટોડરમલ્લજી જયપુરમાં ૨૦૦ વર્ષ પહેલાં અધ્યાત્મચિઠ્ઠી લખી
રહ્યા છે, અને તે ચિઠ્ઠિ મળતાં મુલતાનના સાધર્મીઓ આનંદિત થાય છે; તે ચિઠ્ઠિ ઉપર
પૂ. ગુરુદેવ સોનગઢમાં પ્રવચન આપી રહ્યા છે. ઉત્તમ કક્ષાના પંદર નંબરમાં તેઓનું આ
ચિત્ર પણ સ્થાન મેળવે છે.
ખેડબ્રહ્માથી ગુણવંતલાલ અમૃતલાલ જૈન (No..૨૯) મહાવીર ભગવાનનું
સુંદર ચિત્ર ચીતરીને મોકલ્યું છે.
(કોઈ નાનકડા સભ્યે બાહુબલી ભગવાન અને કુંદકુંદાચાર્યદેવ એ બંનેના ચિત્રો
(આંકેલા કાગળમાં, પેન્સીલથી દોરેલા) મોકલ્યા છે. ચિત્રમાં નામ–ઠામ કે ગામ કાંઈ
લખેલ નથી. જે સભ્યે એ ચિત્રો મોકલ્યા હોય તે પોતાનું નામ જણાવશે તો તેને
પુસ્તકોની ભેટ મોકલવામાં આવશે.)