: ૨૮ : આત્મધર્મ : અષાડ : ૨૪૯૪ :
જ્ઞાની કયા ભાવે ઓળખાય ?
(બંધભાવ વડે જ્ઞાની નથી ઓળખાતા.
મુક્તભાવ વડે જ્ઞાની ઓળખાય છે)
જ્ઞાની કેવા ભાવમાં સ્થિત છે ને અજ્ઞાની કેવા ભાવમાં
સ્થિત છે, તે બંનેને અત્યંત ભિન્ન ઓળખવા તેનું નામ
નિપુણતા છે. આવી નિપુણતા વડે અજ્ઞાનને છોડીને તમે
જ્ઞાનીપણું સેવો, એટલે કે રાગના અકર્તા થઈને જ્ઞાનભાવરૂપ
પરિણમો–આવો ઉપદેશ છે.
(કલશટીકા–પ્રવચન–કળશ ૧૯૭–૧૯૮)
જીવ જ્ઞાનસ્વરૂપ હોવા છતાં, અજ્ઞાનભાવે તે ભાવકર્મનો કર્તા–ભોક્તા થાય છે.
તે કર્તા–ભોક્તાપણું આત્માનો સ્વભાવ નથી; તેથી તે મટાડવા માટે વસ્તુસ્વરૂપનો
ઉપદેશ આપ્યો છે. આચાર્યદેવ કહે છે કે હે નિપુણપુરુષો! તમે ભેદજ્ઞાનમાં પ્રવીણ થઈને
ચૈતન્યતેજમાં મગ્ન થાઓ ને રાગાદિના કર્તા–ભોક્તાપણાને છોડો.
પ્રકૃતિસ્વભાવમાં એટલે રાગ–દ્વેષમાં જ અજ્ઞાની મગ્ન છે. અને જ્ઞાની તો
ચૈતન્યસ્વભાવમાં મગ્ન થયો થકો તે રાગ–દ્વેષથી વિરક્ત છે. શુદ્ધચૈતન્યમાં રાગાદિનું
કર્તા–ભોક્તાપણું નથી, એટલે શુદ્ધચૈતન્યને અનુભવનાર જીવ રાગાદિનો કર્તા–ભોક્તા
થતો નથી; અશુદ્ધઆત્માને અનુભવનારો મિથ્યાદ્રષ્ટિ જ રાગાદિનો કર્તા–ભોક્તા થાય
છે. આમ જાણીને મુમુક્ષુજીવ અજ્ઞાનીપણું છોડે છે ને જ્ઞાનીપણાને સેવે છે. કઈ રીતે
જ્ઞાનીપણાને સેવે છે? –કે શુદ્ધ ચૈતન્યતેજમાં મગ્ન થઈને સમ્યક્ત્વાદિરૂપ પરિણમે છે, –
એ રીતે જ્ઞાની થઈને રાગાદિના અકર્તા થાય છે.
અહા, ચૈતન્યના આનંદનો સ્વાદ ચાખે એને પરભાવનું કર્તા–ભોક્તાપણું રહે
નહિ. અજ્ઞાની એકલા રાગાદિ વિકારના સ્વાદને જ અનુભવતો થકો ચૈતન્યના