Atmadharma magazine - Ank 297
(Year 25 - Vir Nirvana Samvat 2494, A.D. 1968).

< Previous Page   Next Page >


PDF/HTML Page 33 of 45

background image
: ૩૦ : આત્મધર્મ : અષાડ : ૨૪૯૪ :
રાગ અને જ્ઞાનની ભિન્નતાને જે જાણે તે રાગનો કર્તા–ભોક્તા ન થાય, પણ
શુદ્ધસ્વભાવરૂપ પરિણમતો થકો જ્ઞાનનો જ કર્તા થાય, જ્ઞાન સાથે આનંદનું વેદન છે.
રાગાદિને પોતાથી જુદા પણ જાણે અને વળી તેનો કર્તા–ભોક્તા પણ થાય–એમ બની
શકે નહિ. જેનો કર્તા –ભોક્તા થાય તેનાથી પોતાની ભિન્નતા કેમ જાણે? રાગનો જે
કર્તા–ભોક્તા થાય તેણે રાગથી પોતાની ભિન્નતા જાણી નથી.
અહો, અહીં તો કહે છે કે જેવા નિર્વિકાર સિદ્ધભગવાન છે તેવો જ નિર્વિકાર
સમ્યગ્દ્રષ્ટિ છે, સમ્યગ્દ્રષ્ટિનું જ્ઞાન પણ અશુદ્ધતાના કર્તા–ભોક્તા વગરનું છે. જુઓ, આ
ચોથા ગુણસ્થાનના ધર્મીને દશા! હજી તો આત્મા જડની શરીરની ક્રિયા કરે ને તેનાથી
ધર્મ થાય–એ વાત તો ક્યાં ગઈ? અહીં તો કહે છે કે શરીર કે તેની ક્રિયા તો આત્મામાં
છે જ નહિ, રાગની ક્રિયા પણ જ્ઞાનમાં નથી. જ્ઞાનક્રિયા તે જ આત્માની ક્રિયા છે. તે
જ્ઞાનક્રિયારૂપે પરિણમતો જ્ઞાની સિદ્ધભગવાનની જેમ રાગાદિનો અકર્તા છે. આ
અકર્તાપણાની અપેક્ષાએ તેને મુક્ત જ કહ્યો છે.
જ્ઞાનીનું અંદરનું શુદ્ધપરિણમન રાગથી પાર છે તે શુદ્ધતાને અજ્ઞાની દેખતો નથી;
કેમકે પોતાની પરિણતિ રાગથી જુદી પડી નથી. જ્ઞાનીની પરિણતિ રાગથી જુદી પડીને
શુદ્ધચૈતન્યના આનંદને ભોગવવામાં મગ્ન થઈ છે. તે શુદ્ધપરિણતિની અપેક્ષાએ રાગાદિ
પરભાવો છે તે પરદ્રવ્યની સામગ્રી છે. તે શુદ્ધ ચૈતન્યવસ્તુની સામગ્રી નથી. એનાથી
રહિત શુદ્ધચૈતન્યને અનુભવતો જ્ઞાની ‘
सिद्धसमान सदा पद मेरो’ એમ અનુભવે છે.
સિદ્ધભગવાનમાં રાગનો અંશ પણ નથી, અને આ કહે કે હું રાગને કરું ને
રાગથી મને ધર્મ થશે,–તો એણે પોતાને સિદ્ધસમાન ન માન્યો. સિદ્ધ ભગવાન રાગ
વગરના, અને આ કહે કે હું રાગવડે સિદ્ધપદને સાધું–તો એણે તો સિદ્ધભગવાન કરતાં
વિરુદ્ધ પોતાનું સ્વરૂપ માન્યું. ભાઈ, જેમ સિદ્ધભગવાનમાં રાગ નથી તેમ આ આત્માના
સ્વરૂપમાં પણ રાગ નથી, રાગનું કર્તા–ભોક્તાપણું જ્ઞાનમાં નથી, –એમ અનુભવમાં લે
તો તું સિદ્ધના માર્ગે ચાલ્યો જા. બાકી રાગ વડે તો સિદ્ધના માર્ગે જવાતું નથી.
અહો, ધર્મીના અંદરના અનુભવની આ અલૌકિક વાત છે.
કેટલાક માણસો કહે છે કે ચોથા ગુણસ્થાને સમ્યગ્દ્રષ્ટિને અતીન્દ્રિયસુખનું વેદન
ન હોય; અહીં તો આચાર્યદેવ કહે છે કે ચોથા ગુણસ્થાનવાળા સમ્યગ્દ્રષ્ટિ મુક્ત જ છે–
સિદ્ધ જેવા જ છે. સિદ્ધની જેમ રાગાદિભાવોથી છૂટા પડીને જ્ઞાનને અનુભવતા થકા
અતીન્દ્રિય આનંદને તે અનુભવે છે. રાગ બાકી રહ્યો છે તેને જ્ઞાનની સાથે નથી
ભેળવતા, પણ પોતાના સ્વરૂપથી ભિન્નપણે તેને જાણે છે. આવા આત્માનો અનુભવ તે
મોક્ષમાર્ગ છે. આવા અનુભવ વગર મોક્ષમાર્ગ થતો નથી.