Atmadharma magazine - Ank 297
(Year 25 - Vir Nirvana Samvat 2494, A.D. 1968).

< Previous Page   Next Page >


PDF/HTML Page 34 of 45

background image
: અષાડ : ૨૪૯૪ : આત્મધર્મ : ૩૧ :
આ વસ્તુસ્વભાવના નિયમો છે. આવા નિયમને જાણે નહિ ને બીજી રીતે
(એટલે કે રાગથી) ધર્મ કરવા જાય તો તે જીવ વસ્તુસ્વભાવના નિયમનો ભંગ કરે છે
એટલે ગુન્હેગાર છે, આત્મામાં તો જ્ઞાન–આનંદ ને સુખ ભર્યા છે, પણ કાંઈ તેમાં રાગ–
દ્વેષ કે દુઃખ નથી ભર્યા. તેથી શુદ્ધઆત્માના અનુભવમાં ધર્મીને આનંદનો જ ભોગવટો
ત્ર્ કારતક માસથી ૨૬મું વર્ષ શરૂ થશે
નવા વર્ષનું લવાજમ રૂા.૪/– મોકલો.
શ્રી દિ. જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ સોનગઢ સૌરાષ્ટ્ર (ફોન નં.૩૪)
o નૈરોબીના સુંદરજીભાઈ હેમરાજ તા. ૨–૬–૬૮ ના રોજ મુંબઈ મુકામે હાર્ટફેઈલથી
એકાએક સ્વર્ગવાસ પામી ગયા છે. તેઓ આફ્રિકાથી દેશમાં આવેલા ને વીંછીયા
જન્મોત્સવમાં તેમણે ખૂબ ઉમંગથી ભાગ લીધો હતો. અમને પરદેશમાં રહેનારને
આવો અવસર ફરી ક્યારે આવે! એવી ભાવનાથી વૈશાખ સુદ બીજને દિવસે
ગુરુદેવને આહારદાનનો પણ ખાસ લાભ લીધો હતો.
o જેતપુરના શ્રી જયાલક્ષ્મીબેન (તે ધીરજલાલ ભાઈચંદ દેસાઈના ધર્મપત્ની મુંબઈ
મુકામે તા.૬–૬–૬૮ ના રોજ સ્વર્ગવાસ પામ્યા છે. તેમને પૂ. ગુરુદેવ પ્રત્યે ઘણો
ભક્તિભાવ હતો, ને થોડા વખત પહેલાં જેતપુર ગુરુદેવ પધાર્યા ત્યારે તેમણે
ઉત્સાહથી લાભ લીધો હતો.
– સ્વર્ગસ્થ આત્માઓ દેવ–ગુરુ–ધર્મના શરણે આત્મહિત પામો.