: ૩૨ : આત્મધર્મ : અષાડ : ૨૪૯૪ :
વૈશાખ માસની ઈનામી યોજનમાં ઉત્તમ કક્ષાના લેખો કે ચિત્રો
મોકલનાર ૧પ સભ્યોનાં નામ –
આ બધા સભ્યોને ધન્યવાદ સાથે
ઈનામ તરીકે ઈન્ડીપેન–બોલપેનનો સેટ
મોકલી દેવામાં આવ્યો છે. તથા તે સિવાયના
૪પ જેટલા સભ્યોનું પણ લખાણ કે ચિત્ર
આવેલ, તેમને દરેકને પણ ધન્યવાદ સાથે
ઈનામના પુસ્તકો પોસ્ટથી મોકલાઈ ગયા છે.
બંધુઓ, તમે સૌએ હોંશથી યોજનામાં
ભાગ લીધો તેથી ઘણું સારૂં સારૂં સાહિત્ય પણ
ભેગું
થયું–જેનું અવલોકન બાલવિભાગમાં આપીશું.
બાલવિભાગના બાળકોએ જ લખેલું સાહિત્ય
બાલવિભાગમાં વાંચીને સૌને જરૂર આનંદ
થશે. ફરીને નવીન યોજના રજુ થાય ત્યારે
આથી પણ વિશેષ ઉત્સાહથી સૌ ભાગ લેજો.
जय जिनेन्द्र
ગતાંકમાં આપેલ નામો ઉપરાંત
નીચેના સભ્યો તરફથી પણ લેખ કે ચિત્ર
નવા સભ્યોને આ માસમાં જે
સભ્યપત્રક મોકલ્યા તેમાં અગાઉની ટેવ મુજબ
ભૂલથી ૧૦ પૈસાની ટીકીટ લગાડેલ, (નવા
ચાર્જ અનુસાર પંદર પૈસા લગાડવા જોઈએ)
આથી તે સભ્યોને નોટપેઈડનો ચાર્જ ભરવો
પડેલ હશે. –આ માટે દિલગીર છીએ. નવા
સભ્યોનાં નામ આવતા અંકે પ્રગટ કરીશું.
•