વીતરાગ–વિજ્ઞાન પ્રગટી ગયું છે. આવું વીતરાગી–વિજ્ઞાન તે જ મોક્ષનું કારણ છે, તે જ
જગતમાં ઉત્તમ અને માંગળિક છે. રાગ તરફની સાવધાની છોડીને અને આવા
વીતરાગ–વિજ્ઞાન પ્રત્યે સાવધાન થઈને, તેનો આદર કરીને તેને નમસ્કાર કરીએ છીએ.
વીતરાગ–વિજ્ઞાનને નમસ્કાર કર્યા તેમાં અનંતા અરિહંત ભગવંતોને નમસ્કાર આવી
જાય છે, કેમકે બધાય અરિહંત ભગવંતો વીતરાગ–વિજ્ઞાનસ્વરૂપ છે. કોઈ અરિહંતનું
નામ ભલે ન લીધું પણ ‘વીતરાગ–વિજ્ઞાન’ કહ્યું તેમાં બધાય અરિહંતો આવી ગયા;
બધાય પંચપરમેષ્ઠી ભગવંતો પણ વીતરાગ–વિજ્ઞાનરૂપ છે, એટલે વીતરાગ–વિજ્ઞાનને
નમસ્કાર કરતાં તેમાં બધાય પંચપરમેષ્ઠી ભગવંતો આવી ગયા.
પં. શ્રી ટોડરમલ્લજીએ પણ મોક્ષમાર્ગ–પ્રકાશકના મંગલાચરણમાં
વીતરાગવિજ્ઞાનને નમસ્કાર કર્યા છે–
વિજ્ઞાન જ સારરૂપ હિતરૂપ છે, સર્વત્ર તે જ ઉત્તમ છે, તે જ પ્રયોજનરૂપ છે. જેમ