Atmadharma magazine - Ank 297
(Year 25 - Vir Nirvana Samvat 2494, A.D. 1968).

< Previous Page   Next Page >


PDF/HTML Page 5 of 45

background image
: ૨ : આત્મધર્મ : અષાડ : ૨૪૯૪ :
મોક્ષમાર્ગ સાધવાની રીત
ભગવાને પરાશ્રયરૂપ વ્યવહાર બધોય છોડાવ્યો છે
શુદ્ધ વસ્તુરૂપ નિશ્ચયનું એકનું જ આલંબન કરાવ્યું છે
સર્વજ્ઞના માર્ગમાં વીતરાગી સન્તોએ કઈ રીતે મોક્ષમાર્ગ
સાધ્યો? તેની વિધિ બતાવતાં આચાર્યદેવ સ્વાનુભવ સહિત કહે છે કે
પરાશ્રિત એવા સમસ્ત વ્યવહારને છોડીને અને સ્વાશ્રિત એવા સમ્યક્
નિશ્ચયરૂપ શુદ્ધ આત્મામાં એકમાં જ નિષ્કંપ રહીને વીતરાગમાર્ગી
સંતોએ મોક્ષમાર્ગ સાધ્યો છે, અમે પણ એ જ વિધિથી મોક્ષમાર્ગ સાધી
રહ્યા છીએ...ને જગત પણ એ જ એક વિધિથી મોક્ષમાર્ગને સાધો.
(સમયસાર કળશ ૧૭૩ ઉપરના પ્રવચનમાંથી)
મોક્ષમાર્ગમાં વિચરતા સન્તો શું કરે છે? તે વાત છે. મુનિ હો કે સમ્યગ્દ્રષ્ટિ
ગૃહસ્થ હો –તે બધા સન્ત છે, મોક્ષમાર્ગી છે. અસંખ્યાત સમકિતી ને કરોડો મુનિ તે
બધા અંદરમાં કઈ રીતે મોક્ષમાર્ગને સાધે છે તે અહીં બતાવ્યું છે. આમાં જૈનશાસનનો
નીચોડ આવી જાય છે.
પ્રથમ તો, સમ્યગ્દ્રષ્ટિ જીવરાશિ એટલે કે સમ્યગ્દ્રષ્ટિ જીવોનો સમૂહ મહિમાવંત
એવા પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં લીન થઈને પરમ સુખને અનુભવે છે; શુદ્ધસ્વરૂપમાં
એકાગ્રતા વડે જ સુખ છે; કોઈપણ પરાશ્રયભાવમાં સુખ નથી. પરાશ્રિતભાવ તે તો
દુઃખ છે; માટે બધોય પરાશ્રયભાવ છોડવાનો ભગવાનનો ઉપદેશ છે, ને એકલા શુદ્ધ–