Atmadharma magazine - Ank 297
(Year 25 - Vir Nirvana Samvat 2494, A.D. 1968).

< Previous Page   Next Page >


PDF/HTML Page 6 of 45

background image
: અષાડ : ૨૪૯૪ : આત્મધર્મ : ૩ :
સ્વરૂપના અવલંબનનો ભગવાનનો ઉપદેશ છે. આનાથી વિરુદ્ધ માને, વ્યવહારના
આશ્રયથી લાભ માને, તો તેણે ભગવાનના સ્વાલંબી ઉપદેશને જાણ્યો નથી.
ભગવાનનો ઉપદેશ તો સ્વાલંબનનો એટલે કે શુદ્ધાત્માના આશ્રયનો છે; એમ કરે તેણે
જ ભગવાનના ઉપદેશને યથાર્થ ઝીલ્યો કહેવાય.
અહો! સર્વજ્ઞ ભગવાનનો આવો ઉત્તમ ઉપદેશ સાંભળીને સમ્યગ્દ્રષ્ટિજીવો
શુદ્ધાત્મામાં સ્થિર થઈને સુખને કેમ ન અનુભવે? સમ્યગ્દ્રષ્ટિ તો શુદ્ધાત્માનો આશ્રય
કરીને આનંદને અનુભવે છે. –એટલે સમ્યગ્દ્રષ્ટિ થવાની પણ આ જ રીતે છે કે
વ્યવહારનો આશ્રય છોડીને શુદ્ધઆત્માનો આશ્રય કરવો, –એ પણ આમાં આવી ગયું.
ભાઈ! તારે જન્મ–મરણનાં દુઃખોનો અંત લાવવો હોય ને પરમ સુખનો અનુભવ કરવો
હોય તો પરથી અત્યંત ભિન્ન આત્માને જાણીને તેમાં જ સ્થિરતા કર.
ભગવાનનો યથાર્થ ઉપદેશ સાંભળતાં પોતાના શુદ્ધસ્વરૂપનો પરમ મહિમા આવે
છે ને રાગનો મહિમા રહેતો નથી. એટલે ધર્મીજીવ રાગાદિ સાથે એકતાબુદ્ધિ સર્વથા
છોડીને, પોતાના શુદ્ધસ્વરૂપમાં જ એકાગ્ર થઈને તેના અનુભવથી સમ્યગ્દર્શન–જ્ઞાન–
ચારિત્ર પ્રગટ કરે છે. આ રીતે શુદ્ધાત્માના આશ્રયે મોક્ષમાર્ગ છે માટે તેનો આશ્રય
કરવા જેવો છે; ને જેટલા પરાશ્રિત વ્યવહારભાવો છે તે બધા મોક્ષમાર્ગ નથી પણ
બંધમાર્ગ છે માટે તે બધાનો આશ્રય છોડવા જેવો છે. અહો, આવો સ્પષ્ટ માર્ગ
ભગવાને દિવ્યધ્વનિ દ્વારા સમવસરણમાં બતાવ્યો ને ગણધર વગેરે સન્તોએ તે ઝીલ્યો,
ને જગતના જીવોને ઉપદેશ્યો. આવા માર્ગનો નિશ્ચય તો કરો!
સ્વાશ્રિત મોક્ષમાર્ગના સાચા નિશ્ચય વડે પરાશ્રયબુદ્ધિ છૂટે છે ને પરિણતિનું
વલણ અંતર્મુખ ઢળે છે. સર્વે અરિહંતોએ શુદ્ધઆત્માના આશ્રયે જ મોક્ષમાર્ગ કહ્યો છે,
રાગના આશ્રયે કે શરીરના આશ્રયે મોક્ષમાર્ગ કહ્યો નથી. મોક્ષ કોણ પામે? કે જે
નિશ્ચયરૂપ શુદ્ધાત્માનો આશ્રય કરે તે; ‘‘નિશ્ચયનયાશ્રિત મુનિવરો પ્રાપ્તિ કરે
નિર્વાણની.’’
અહીં તો કહે છે કે : આવા શુદ્ધઆત્માના આશ્રયનો અને વ્યવહારના આશ્રયના
ત્યાગનો ઉપદેશ સાંભળતાંવેંત ધર્મના કામી જીવો પોતાના શુદ્ધસ્વરૂપને ઝડપથી આલંબે
છે, જોરથી પોતાના સ્વભાવનું અવલંબન કરે છે...શુદ્ધ જ્ઞાનઘન સ્વભાવના મહિમામાં
પોતાના આત્માને એકાગ્ર કરે છે...નિષ્કંપપણે આક્રમીને શુદ્ધસ્વરૂપમાં પહોંચી જાય છે.