અનુભવમાં લ્યે છે. સમ્યક્ નિશ્ચયને એકને જ અનુભવીને શુદ્ધજ્ઞાનઘનના મહિમામાં
જ્ઞાન સ્થિર થયું–તે જ શરણ છે, તે જ શાંતિ છે, તે જ મોક્ષમાર્ગ સાધવાની રીત છે.
કરવાથી મોક્ષમાર્ગ સધાય છે. આ સિવાય બીજાના આશ્રયે મોક્ષમાર્ગ માને તો તેને
માર્ગની વિપરીતતા છે, એટલે કે મિથ્યાત્વ છે. મોક્ષમાર્ગના જે રત્નત્રય છે તે અન્ય
દ્રવ્યોથી અત્યંત નિરપેક્ષ છે ને એક પોતાના શુદ્ધસ્વરૂપનું જ તેને અવલંબન છે
માને તે તેમાં એકતાબુદ્ધિ કર્યા વિના રહે નહિ. અહીં સમજાવે છે કે હે ભાઈ! મોક્ષનો
માર્ગ તો એક શુદ્ધ આત્મવસ્તુના જ આશ્રયે છે, અન્ય કોઈના આશ્રયે મોક્ષમાર્ગ નથી.
માટે બધાય પરનો આશ્રય છોડીને સન્તો માત્ર એક નિર્વિકલ્પ ચૈતન્ય વસ્તુને જ
અનુભવે છે. તેનો જ આશ્રય કરે છે. જેમાં રાગાદિ સમસ્ત પરાશ્રયભાવોનો અભાવ છે
એવી નિર્વિકલ્પ વસ્તુ, તેના અનુભવ વડે સમ્યકત્વાદિ થાય છે ને મિથ્યાત્વ છૂટે છે.
મદદ–અપેક્ષા નથી. વિકલ્પનીયે અપેક્ષા નથી. આવો પરમ નિરપેક્ષ મોક્ષમાર્ગ છે.
બંધનું જ કારણ હોવાથી ભગવાને તે પરાશ્રયભાવો છોડાવ્યા છે; પરાશ્રિત એવો
બધોય વ્યવહાર ભગવાને છોડાવ્યો છે, એટલે કે તેનો આશ્રય છોડીને સમ્યક્
નિશ્ચયરૂપ એક શુદ્ધઆત્માનો જ નિષ્કંપ આશ્રય કરાવ્યો છે; તેના જ આશ્રયે
મોક્ષમાર્ગ છે. જેટલો શુદ્ધાત્માનો આશ્રય છે તેટલો જ મોક્ષમાર્ગ છે; જેટલો
પરાશ્રયભાવ છે તેટલો બંધભાવ છે. જ્ઞાનીને તે પરાશ્રયભાવમાં એકત્વબુદ્ધિ છૂટી ગઈ
છે તેથી તેનાથી તે છૂટો છે–મુક્ત છે.