મોક્ષમાર્ગને સાધવાની રીત છે.
એકતાબુદ્ધિ સમ્યગ્દ્રષ્ટિને રહેતી નથી. માટે ‘સમ્યગ્દ્રષ્ટિને વ્યવહાર નથી’ –એમ કહ્યું; તે
એક સમ્યક્ નિશ્ચયરૂપ શુદ્ધસ્વરૂપમાં જ તન્મય–લીન છે. આવી અંતરંગદ્રષ્ટિ ધર્માત્માને
હોય છે. ધર્માત્માની આવી અંતરદશાને વ્યવહારની રુચિવાળો ઓળખી શકે નહિ. આ
તો વીતરાગી શાસ્ત્રોનો અપૂર્વ નીચોડ છે. શુદ્ધસ્વરૂપનો અનુભવ કરવો ને વ્યવહારનો
આશ્રય છોડવો તે સર્વે વીતરાગીશાસ્ત્રોનું તાત્પર્ય છે એટલે તે જૈનશાસનનો સાર છે ને
તે મોક્ષમાર્ગ છે. આ રીતે જ મોક્ષમાર્ગ સધાય છે.
જુઓ, વીતરાગમાર્ગી સન્તોએ મોક્ષમાર્ગ કઈ રીતે સાધ્યો તેની આ વાત છે.
પરમારથનો પંથ.’ સમ્યક્ નિશ્ચયરૂપ જે પોતાનો શુદ્ધસ્વભાવ, તેનું અવલંબન કરતાં
બીજા બધાનું (ભેદનું–રાગનું–પરનું) અવલંબન છૂટી જાય છે. પરાશ્રયભાવમાં રાગની
ઉત્પત્તિ છે, તેથી જેટલા પરાશ્રિતભાવો છે તેમનો મોક્ષમાર્ગમાં નિષેધ છે. શુભરાગ–
વિકલ્પ હોય પણ ધર્મી તેને મોક્ષમાર્ગરૂપ નથી જાણતા. તેને બંધભાવ તરીકે જાણીને હેય
સમજે છે. જગતમાં જે કોઈ સમ્યગ્દ્રષ્ટિ–જીવરાશિ છે તે આ પ્રકારે જ મોક્ષને સાધે છે.