Atmadharma magazine - Ank 298
(Year 25 - Vir Nirvana Samvat 2494, A.D. 1968).

< Previous Page   Next Page >


PDF/HTML Page 10 of 45

background image
: શ્રાવણ : ર૪૯૪ આત્મધર્મ : ૭ :
નથી; જગતના બધાય દ્રવ્યો પોતપોતાની અખંડ પરિણામધારામાં પરિણમી રહ્યા છે. તેથી
તત્ત્વદ્રષ્ટિથી જોતાં એટલે કે સાચી દ્રષ્ટિથી વસ્તુસ્વરૂપ વિચારતાં જીવને રાગાદિ
અશુદ્ધતારૂપે કોઈ અન્ય દ્રવ્ય તો નથી પરિણમાવતું, કર્મ તો જીવને રાગાદિરૂપ નથી
પરિણમાવતું, પણ જીવ પોતે જ શુદ્ધસ્વરૂપથી ભ્રષ્ટ થઈને પર્યાયમાં રાગાદિ અશુદ્ધભાવરૂપ
પરિણમે છે. જીવનો જ તે અપરાધ છે, કોઈ અન્ય દ્રવ્યનો વાંક નથી.
ભાઈ, તારી અશુદ્ધપરિણતિ તેં ઊભી કરી છે, ને તું જ તે મટાડીને શુદ્ધપરિણતિ
કરવા સમર્થ છો. તારી અશુદ્ધતામાં બીજાનો શો વાંક? પોતે અશુદ્ધતા કરીને બીજાનો વાંક
કાઢે તો તે અશુદ્ધતાને ક્યારે મટાડશે? પોતાની પર્યાયના અપરાધે અશુદ્ધતા થઈ છે એમ
સમજે, ને શુદ્ધસ્વરૂપ તે અશુદ્ધતા વગરનું છે એમ અનુભવમાં લ્યે, તો શુદ્ધઅનુભવ વડે
અશુદ્ધતાને મટાડે. –આવી વસ્તુસ્થિતિ છે. પરનો વાંક કાઢશે તે રાગ–દ્વેષને મટાડી શકશે
નહિ, પણ મિથ્યાબુદ્ધિથી રાગ–દ્વેષ જ કર્યા કરશે. રાગ–દ્વેષ વગરના સ્વરૂપની તો તેને
ખબર નથી.
જીવના સ્વરૂપમાં રાગ–દ્વેષ નથી, પરદ્રવ્ય રાગ–દ્વેષ કરાવતું નથી, એટલે રાગ–
દ્વેષની કોઈ કાયમી ભૂમિકા ન રહી. પર્યાયમાં ક્ષણિક હતા, તે શુદ્ધસ્વરૂપનો અનુભવ થતાં
ટળી ગયા. –માટે કહે છે કે હે ભાઈ! આવા ભેદજ્ઞાનથી શુદ્ધસ્વરૂપના અનુભવવડે રાગ–
દ્વેષને સુગમતાથી મટાડી શકાય છે. રાગ–દ્વેષની કાંઈ એવી સ્વતંત્ર સત્તા નથી કે તે મટી ન
શકે.
રાગ–દ્વેષ જો જીવનું સ્વરૂપ જ હોય તો મટી શકે નહિ; પણ એમ તો નથી.
વળી રાગ–દ્વેષ જો પરદ્રવ્ય કરાવતું હોય તો મટી શકે નહિ; પણ એમ તો નથી. જો
પરદ્રવ્ય રાગ–દ્વેષ કરાવતું હોય તો તો સદા રાગ–દ્વેષ થયા જ કરે, તે મટાડવાનો અવસર
જ ન આવે.
આચાર્યદેવ કહે છે કે અરે, જગતના જીવો ભ્રમથી પરદ્રવ્યને રાગ–દ્વેષનું કારણ માને
છે; પણ તત્ત્વદ્રષ્ટિથી જોતાં પરદ્રવ્ય તો અમને જરાપણ રાગ–દ્વેષનું ઉત્પાદક દેખાતું નથી.
અશુદ્ધપરિણતિથી જીવ જ રાગ–દ્વેષને કરતો હતો, જ્યાં શુદ્ધ અનુભવરૂપ પરિણમ્યો ત્યાં
રાગદ્વેષ ન રહ્યા, પોતે રાગ રહિત સહજ જ્ઞાનસ્વરૂપે જ પરિણમવા લાગ્યો. આવું સ્પષ્ટ
વસ્તુસ્વરૂપ છે, તેેને તત્ત્વદ્રષ્ટિથી દેખો. આવી તત્ત્વદ્રષ્ટિ વડે જ રાગ–દ્વેષનો ક્ષય થશે.
પરદ્રવ્યો મને રાગ–દ્વેષ કરાવે, ને હું પરદ્રવ્યની પર્યાયને કરું–આવી સ્વ–પરની
એકતાબુદ્ધિરૂપ જે અજ્ઞાન છે તે જ રાગ–દ્વેષનું મૂળ છે. તત્ત્વદ્રષ્ટિ વડે સ્વ–પરની