થાય છે. આત્માનો જ્ઞાનસ્વભાવ શું ને રાગાદિ પરભાવ શું ,–એને ઓળખ્યા વગર
અજ્ઞાનપૂર્વક કદાચ રાગ–દ્વેષની થોડીક મંદતા કરે, કે અશુભ ઘટાડીને શુભ કરે, પણ તેથી
કંઈ આત્માને ધર્મનો લાભ ન થાય. સર્વથા રાગ વગરનો જ્ઞાનાનંદસ્વરૂપ આત્મા શ્રદ્ધા–
જ્ઞાન–અનુભવમાં લ્યે ત્યારે રાગ વગરની સહજ જ્ઞાનપરિણતિ પ્રગટે, તે ધર્મ અને તે
મોક્ષમાર્ગ છે. સર્વથા રાગ વગરની જે મોક્ષદશા, તેનું સાધન પણ રાગ વગરનું જ હોય;
રાગ તેનું સાધન હોઈ શકે નહિ.
આમ થવું સુગમ છે, કાંઈ મુશ્કેલ નથી. અંતર્મુખ અભ્યાસ વડે અશુદ્ધપરિણતિ મટે છે
ને શુદ્ધપરિણતિ થાય છે.
શુદ્ધસ્વરૂપથી રાગને ભિન્ન જાણ્યો ત્યાં તે રાગને ટાળવો સુગમ છે. રાગને જ્ઞાન સાથે
એકમેક અનુભવે તે રાગનો અભાવ ન કરી શકે; પણ જ્યાં ભિન્નતા જાણીને જ્ઞાન રાગથી
જુદું પરિણમવા લાગ્યું ત્યાં તે પરિણમનમાં રાગનો અભાવ જ વર્તે છે.
કોઈ સ્વતંત્ર વસ્તુ નથી કે તેનો અભાવ ન થઈ શકે. રાગ–દ્વેષ તો જીવની જ
અશુદ્ધપરિણતિ હતી, જીવ જ્યાં શુદ્ધપરિણતિરૂપ થયો ત્યાં તે અશુદ્ધપરિણતિ મટી ગઈ
એટલે રાગ–દ્વેષ સર્વથા મટી ગયા. આ રીતે વસ્તુસ્વરૂપને અનુભવતાં રાગ–દ્વેષને ટાળવા
તે સુગમ છે. જ્ઞાનનો અભાવ ન થઈ શકે કેમકે તે તો સ્વભાવરૂપ છે, પણ રાગનો અભાવ
થઈ શકે છે કેમકે તે સ્વભાવરૂપ નથી.
બીજેથી લેવા જવું પડે તેમ નથી.