Atmadharma magazine - Ank 298
(Year 25 - Vir Nirvana Samvat 2494, A.D. 1968).

< Previous Page   Next Page >


PDF/HTML Page 11 of 45

background image
: ૮ : આત્મધર્મ : શ્રાવણ : ર૪૯૪
ભિન્નતા અનુભવતાં રાગ–દ્વેષ મટે છે. દરેક દ્રવ્ય ભિન્નભિન્નપણે, પોતપોતાના સ્વરૂપે, અખંડ
ધારારૂપ પોતાના પરિણામમાં જ વર્તે છે. –ને એ જ રીતે વસ્તુ સધાય છે.
સ્વ–પરની ભિન્નતા જાણીને અંદરમાં જા તો સુખ અનુભવાય. પણ જેણે સ્વ–પરની
ભિન્નતા જાણી નથી, પોતાની ભૂલ છે તેનું ભાન નથી, તે ભૂલ ટાળીને અંતર્મુખ કઈ રીતે થશે?
જીવદ્રવ્ય પોતાના અપરાધથી રાગ–દ્વેષ–મોહરૂપ અશુદ્ધ ચેતનારૂપ પરિણમે છે, તેમાં પુદ્ગલકર્મનો
તો કાંઈ દોષ નથી; જો જીવદ્રવ્ય પોતે શુદ્ધ ચેતનારૂપ પરિણમે ને રાગ–દ્વેષ–મોહરૂપ ન પરિણમે
તો પુદ્ગલ તેને શું કરે? પુદ્ગલ કાંઈ જીવને પરાણે રાગાદિ કરાવતું નથી. આવી ભિન્ન વસ્તુ
સ્થિત જાણતાં અજ્ઞાન અસ્ત થાય છે ને ભેદજ્ઞાન ઉદય થાય છે. માટે આચાર્યદેવ કહે છે કે વિદિત
થાવ...જાહેર થાવ...જગતમાં પ્રસિદ્ધ થાવ કે જીવદ્રવ્ય પોતે સ્વતંત્રપણે જ અશુદ્ધતારૂપે કે
શુદ્ધતારૂપે પરિણમે છે, તેમાં પુદ્ગલદ્રવ્યનું થોડુંક પણ કર્તવ્ય નથી.
ભાઈ, તું ઓળખાણ કર કે હું તો બોધસ્વરૂપ છું; જ્ઞાનસ્વરૂપ જ હું છું –એમ શુદ્ધપણે
પોતાને અનુભવતાં રાગાદિ અશુદ્ધતારૂપ પરિણમન થતું નથી, રાગ રહિત શુદ્ધતારૂપ પરિણમન
થાય છે. આ રીતે શુદ્ધચૈતન્યનો અનુભવ તે જ રાગ–દ્વેષના ક્ષયનો ઉપાય છે. અનંતા જીવો
આવા અનુભવવડે રાગ–દ્વેષનો ક્ષય કરીને સિદ્ધપદને પામ્યા છે.
રાગ–દ્વેષ તે જીવનો પોતાનો અપરાધ છે, –એટલું જ બતાવીને અટકી જવું નથી પણ
આગળ લઈ જઈને એ બતાવવું છે કે જે રાગાદિ દોષ છે તે જીવનું ખરૂં સ્વરૂપ નથી, જીવનું શુદ્ધ
સ્વરૂપ તો જ્ઞાન–આનંદમય છે. આવા શુદ્ધસ્વરૂપના અનુભવ વડે શુદ્ધપરિણતિ પ્રગટે ને રાગ–
દ્વેષરૂપ અશુદ્ધપરિણતિ મટે–તે પ્રયોજન છે.
શુદ્ધસ્વરૂપના અનુભવવડે જ રાગ–દ્વેષ–અજ્ઞાનનો નાશ થાય છે. માટે હે ભવ્ય જીવો! તમે
‘જ્ઞાની લીલીવાડીમાં આત્મા આનંદની રમત રમે છે.’
–ગુરુદેવના આ એક વાકયમાં સ્વાનુભૂતિના ગંભીર ભાવો ભર્યા છે;
જ્યારે કોઈક ધન્ય પળે સ્વાનુભવની આનંદકારી ચર્ચા થાય ત્યારે પ્રમોદથી
ગુરુદેવ ઉપરનું વાકય યાદ કરે છે...ને એની સાથે સંકળાયેલી ત્રીસેક વર્ષ
પહેલાંની ‘આત્મચર્ચા’ ઓ ઘણા મહિમાપૂર્વક તાજી થાય છે.