Atmadharma magazine - Ank 298
(Year 25 - Vir Nirvana Samvat 2494, A.D. 1968).

< Previous Page   Next Page >


PDF/HTML Page 13 of 45

background image
: ૧૦ : આત્મધર્મ : શ્રાવણ : ર૪૯૪
શુદ્ધસ્વરૂપનો અનુભવ કરતાં રાગાદિ અશુદ્ધ પરિણતિ છૂટી જાય છે, ને શુદ્ધસ્વરૂપ જેવું છે તેવું
પ્રગટેે છે. અશુદ્ધતામાં કે શુદ્ધતામાં પરદ્રવ્યનો તો કાંઈ સહારો નથી, જીવ પોતે જ અશુદ્ધ કે
શુદ્ધ પર્યાયરૂપે પરિણમે છે.
પરદ્રવ્ય જ મને રાગ–દ્વેષ કરાવે છે–એવી દુર્બુદ્ધિ કરે તેને રાગ–દ્વેષ–અશુદ્ધતા કયારે
મટે? કદી ન મટે કેમકે પરથી ભિન્ન એવી સ્વવસ્તુનો બોધ તેને નથી, તેની બુદ્ધિ આંધળી
થઈ ગઈ છે તેથી પોતાના દોષને તે દેખી શકતો નથી; દોષને નથી દેખતો તેમ દોષરહિત
શુદ્ધસ્વરૂપને પણ તે દેખતો નથી. તેથી સમ્યકત્વરહિત તે જીવ અપરાધી છે, જિન–આજ્ઞાને તે
માનતો નથી. જિનઆજ્ઞા તો એવી છે કે જીવ અને પુદ્ગલ બંનેનું સ્વતંત્ર ભિન્ન ભિન્ન
પરિણમન છે; રાગાદિ અશુદ્ધતા તે જીવનો પોતાનો અપરાધ છે; તેને બદલે પરનો દોષ કાઢવો
તે અન્યાય છે, અનીતિ છે; તે અપરાધી જીવ સંસારમાં ભમે છે.
ભાઈ, તારા દોષે જ તને બંધન છે; અને તારી શુદ્ધતાએ જ તને મુક્તિ છે, બંધન અને
મુક્તિ બંને અવસ્થામાં તારું જ કર્તૃત્વ છે, તારી અવસ્થામાં બીજાનું કર્તૃત્વ જરાપણ નથી.
–આવી સ્પષ્ટ વસ્તુસ્થિતિ જૈનશાસનમાં પ્રસિદ્ધ છે. તેને જે નથી જાણતો તે મિથ્યાદ્રષ્ટિ છે,
તેને શુદ્ધતાનો અવસર આવતો નથી.
જીવને શુદ્ધ પરિણમનનો અવસર ક્યારે? કે પોતાના શુદ્ધ સ્વરૂપને અનુભવે ત્યારે.
જીવ જ્યારે પરથી ભિન્ન પોતાના સહજ સ્વરૂપને અનુભવે છે ત્યારે તેને શુદ્ધતારૂપ પરિણમન
થાય છે. જ્યાં સુધી પર સાથે એકતાબુદ્ધિ કરે છે ત્યાંસુધી તેને શુદ્ધ પરિણમનનો અવસર
નથી. પર સાથે એકતાબુદ્ધિ કરનાર અશુદ્ધરૂપે જ પરિણમે છે. જગતમાં ઘણા જીવોનો ઢગલો
તો અજ્ઞાનથી અશુદ્ધતારૂપે જ પરિણમી રહ્યો છે; કોઈ વિરલા જીવો જ ભેદજ્ઞાન કરીને
શુદ્ધતારૂપે પરિણમે છે.
જીવનો સ્વભાવ તો શુદ્ધ છે, તો તે અશુદ્ધતારૂપ કેમ પરિણમે ? –માટે પરદ્રવ્ય જ તેને
તેને કહે છે કે–ભાઈ! જીવની અવસ્થામાં અશુદ્ધતારૂપ પરિણમવાની પણ શક્તિ છે.
દ્રવ્યસ્વભાવમાં ભલે અશુદ્ધતા નથી પણ પર્યાયમાં તો શુદ્ધતા કે અશુદ્ધતારૂપ પરિણમન
થવાની યોગ્યતા છે, તે કાંઈ પરને લીધે નથી, પોતાની પર્યાયની જ તેવી તાકાત છે. પરદ્રવ્ય
તેમાં કાંઈ જ કરતું નથી. જીવ પોતે પોતાની પર્યાયની તાકાતથી અશુદ્ધ થાય છે, ને પોતે જ
પોતાની પર્યાયની તાકાતથી શુદ્ધ થાય છે. જો પરદ્રવ્યનું અસ્તિત્વ જ તેને અશુદ્ધતાનું કારણ
હોય તો તો અશુદ્ધતા થયા જ કરે; અશુદ્ધતાથી છૂટીને શુદ્ધતારૂપે પોતે પરિણમી જ ન શકે ! –
પણ એમ નથી. અનંત જીવો શુદ્ધસ્વરૂપના અનુભવવડે અશુદ્ધતા મટાડીને સિદ્ધપદ પામ્યા છે.