સ્વભાવ છે, એટલે જાણવું તે કાંઈ રાગ–દ્વેષનું કારણ નથી. જ્ઞાન જ જો રાગદ્વેષનું કારણ
થાય તો તો કેવળજ્ઞાન થતાં અનંતા રાગ–દ્વેષ વધી જાય, રાગ કદી મટે જ નહિ. પણ જ્ઞાનની
વૃદ્ધિ થતાં તો રાગ–દ્વેષ મટે છે. જ્ઞાનમાં રાગ–દ્વેષનો અભાવ જ છે. રાગ–દ્વેષને છોડવા માટે
કાંઈ જ્ઞાનને છોડી દેવું પડતું નથી. રાગ–દ્વેષ છૂટી જાય છે ને જ્ઞાન એકલું શુદ્ધસ્વરૂપે રહી
જાય છે. આવું જ્ઞાનસ્વરૂપ જેને અનુભવમાં આવતું નથી તે જીવ મિથ્યાદ્રષ્ટિપણે રાગ–દ્વેષ
કરે છે.
શુભાશુભ ભાવો દેખાય તે કાંઈ ચૈતન્યદીવાના પ્રકાશને મલિન કરતા નથી, ચૈતન્યદીવો તો
પ્રકાશસ્વરૂપ જ છે. જ્ઞાન તો સહજ ઉદાસીનસ્વરૂપ છે; રાગને જાણતાં તે રાગી થતું નથી,
જડને જાણતાં તે જડ થતું નથી; તે તો પોતાના સ્વરૂપમાં અચલ રહે છે, –જ્ઞાનચેતનારૂપ જ
રહે છે. ધર્મીને આવી જ્ઞાનચેતનાની અનુભૂતિ છે. તેનાવડે તે મોક્ષને સાધે છે.
જ નથી જાણતો. હું નથી ને આ છે, જ્ઞાન નથી ને જ્ઞેય છે, –આમ પોતાના ભિન્ન અસ્તિત્વનું
અભાન તે મોટી ભૂલ છે ને તે જ સંસારનું–અશુદ્ધતાનું મૂળકારણ છે. આત્મા તો જાણનાર
પ્રકાશસ્વરૂપ છે, તેના અસ્તિત્વમાં જ જ્ઞેયોનું જ્ઞાન થાય છે. જાણનારના અસ્તિત્વ વગર
પદાર્થોને કોણ જાણે? આવું વસ્તુનું સ્વરૂપ જાણીને જ્ઞાનમાં મગ્ન થતાં શુદ્ધપરિણમન થાય
છે; જ્ઞાન જ્ઞાનરૂપે પરિણમે છે, –તેનું નામ જ્ઞાનચેતના છે, તે આત્મિકરસથી ભરેલી છે.
ધર્માત્મા આવી શુદ્ધચેતનાના સ્વાદવડે–અનુભવવડે મોક્ષને સાધે છે.
શરીરથી દૂર હો કે નજીક હો, તેમાં જ્ઞાનને શું? જ્ઞાન તો નિર્ભયપણે પોતાના જ્ઞાનસ્વરૂપમાં
જ રહેવાના સ્વભાવવાળું છે. આહા, આવું સહજ વીતરાગી જ્ઞાન, તે આત્માનું સ્વરૂપ છે;
આવા જ્ઞાનનો અનુભવ તે વીરનો સુંદર માર્ગ છે. વીતરાગના આવા સુંદર માર્ગને વીતરાગી
સંતોએ પ્રસિદ્ધ કર્યો છે.