Atmadharma magazine - Ank 298
(Year 25 - Vir Nirvana Samvat 2494, A.D. 1968).

< Previous Page   Next Page >


PDF/HTML Page 15 of 45

background image
: ૧૨ : આત્મધર્મ : શ્રાવણ : ર૪૯૪
શુદ્ધાત્મામાં લીન હતા તે સર્વે ગુરુઓએ અનુગ્રહ કરીને અમને શુદ્ધાત્માનો ઉપદેશ આપ્યો,
તે જ શુદ્ધાત્મા હું સ્વાનુભવરૂપ નિજવૈભવ સહિત દેખાડું છું. અહા, ‘આવો શુદ્ધઆત્મા હું
છું’ એમ જાણીને, અનુભવીને તું ખુશી થા, આનંદિત થા. શુદ્ધાત્માના અનુભવનો આ
અવસર આવ્યો છે –એમ સમજીને પ્રસન્ન થા.
શુદ્ધસ્વરૂપને ચૂકીને જીવે પોતે અશુદ્ધતા ઊભી કરી છે. અરે જીવ! જો પરદ્રવ્ય જ
બળાત્કારપૂર્વક અશુદ્ધતા કરાવતું હોય તો તે અશુદ્ધતાથી છૂટવાનો અવસર ક્યારે ? –કેમકે
પરદ્રવ્ય તો જગતમાં સદાય છે, જો તે વિકાર કરાવતું હોય તો તો સર્વકાળ તે વિકાર
કરાવ્યા જ કરે, ને જીવને વિકારથી છૂટવાનો અવસર જ કોઈ ન રહે. માટે તારું શુદ્ધ કે
અશુદ્ધપરિણમન તારાથી જ છે એમ તું જાણ, તો શુદ્ધદ્રવ્યના આશ્રયે શુદ્ધતા પ્રગટ કરીને
અશુદ્ધતાને ટાળવાનો અવસર તને આવશે.
તું તારી સ્વતંત્રતા જાણ કે હું બહાર પર તરફ વળ્‌યો તેથી મને અશુદ્ધતા થઈ; ને
હું, અંતરમાં સ્વ તરફ વળું તો મને શુદ્ધતા થાય. મારી અશુદ્ધતામાં કે શુદ્ધતામાં
પરદ્રવ્યનો જરાપણ હાથ નથી. –આવી સ્વતંત્રતા જાણતાં સ્વસન્મુખ થઈને શુદ્ધતાનો
અવસર આવે છે.
પણ જે જીવ પોતાની સ્વવસ્તુને જાણતો નથી, પોતાના પરિણમનને જાણતો નથી,
જેનું જ્ઞાન ઊંધું છે, જેનાં સમ્યકત્વચક્ષુ બિડાઈ ગયાં છે–એવો જીવ મોહશત્રુની સેનાને
જીતી શકતો નથી, એટલે કે શુદ્ધતારૂપ પોતે પરિણમતો નથી. તેનો અપરાધ શું? કે કર્મ
વગેરે પરદ્રવ્ય મને વિકાર કરાવે છે એમ તે માને છે, તે તેનો મોટો અપરાધ છે.
પરને કારણે વિકાર થવાનું માનનાર જીવને અપરાધી કહ્યો; તે અપરાધનું ફળ શું ?
–કે અનંત સંસારરૂપી જેલ, માટે કહ્યું કે પરદ્રવ્ય જીવને વિકાર કરાવે છે એમ માનનાર
જીવરાશી મિથ્યાદ્રષ્ટિ અનંતસંસારી છે, સંસાર–સમુદ્રને તે પાર કરી શકતો નથી,
અશુદ્ધતાથી છૂટી શકતો નથી. સ્વાધીન પરિણમનને તે માનતો જ નથી પછી તેની અશુદ્ધતા
કયાંથી ટળે?
મિથ્યાભાવથી રાગ–દ્વેષના કર્તાપણે જીવ પોતે જ પરિણમે છે; ને સમ્યકત્વભાવ
થતાં મોક્ષમાર્ગપણે પણ પોતે જ પરિણમે છે. છએ દ્રવ્યો પોતપોતાના ભાવમાં સ્વતંત્રપણે
જ વર્તી રહ્યા છે, કોઈ દ્રવ્ય બીજાના પરિણમનમાં દખલ નથી કરતું. ભાઈ, અશુદ્ધતારૂપ
તારી ભૂલ તેં કરી છે; પરદ્રવ્યમાં એવી કોઈ શક્તિ નથી કે તારામાં દોષ કરે; ને તારુંય
એવું સ્વરૂપ નથી કે પરથી તારામાં દોષ થઈ જાય. અરે, તારા