: ૮ : આત્મધર્મ : ભાદરવો : ૨૪૯૪
૪૨. જેણે જ્ઞાનચેતનાના આનંદનો પરમ સ્વાદ ચાખ્યો નથી તે જીવને બાહ્યવિષયો
મીઠા લાગે છે – તેમાં તેને સુખ લાગે છે; પરંતુ તે અજ્ઞાનચેતનામાં સુખ નથી,
પણ દુઃખ જ છે.
૪૩. ચેતનાને અંતર્મુખ કરીને શુદ્ધસ્વરૂપને અનુભવતાં અમૃતરસની ધારા ઉલ્લસે છે –
અતીન્દ્રિયઆનંદથી ચૈતન્યદરિયો ઉલ્લસે છે. આવા અનુભવમાં સર્વસિદ્ધિ છે.
૪૪. અહા, પરથી ભિન્ન આત્માને અનુભવનારી ચેતના જ્યાં પ્રગટી ત્યાં તેમાં જ્ઞાનને
દેહ હોવાની શંકા કેમ રહે? શરીર તો આહારનું બન્યું છે, ને આહાર તો
પુદ્ગલમય છે; તે પુદ્ગલમય આહાર જ્ઞાનમાં નથી તોપછી જ્ઞાનને શરીર કેમ
હોય? ને જ્ઞાનીને દેહની શંકા કેમ હોય ? – ન જ હોય. જ્ઞાન તો અશરીરી છે.
૪પ. અહો. અશરીરી – ચેતના, તેમાં કર્મનો આહારનો કે શરીરનો પ્રવેશ જ ક્યાં છે?
જે ચેતનામાં રાગનોય પ્રવેશ નથી તેમાં મૂર્તિકવસ્તુનો પ્રવેશ કેવો?
૪૬. અહીં તો કહે છે કે જેણે સ્વાનુભવ વડે શુદ્ધ આત્માને સાધ્યો છે એવા જીવને
શરીર જ નથી. ‘સાધક છે ને?’ ભલે સાધક હો, પણ તે પોતાના જીવસ્વરૂપને
શરીરથી જુદું જ અનુભવે છે, શરીરને સ્વદ્રવ્યપણે નહિ પણ પરદ્રવ્યપણે જ દેખે
છે, માટે શરીર તેને છે જ નહિ. શરીર પુદ્ગલનું –અજીવનું છે. સાધકજીવનું નથી.
૪૭. ચેતનાવડે થતો જે શુદ્ધસ્વરૂપનો અનુભવ તે જ મોક્ષમાર્ગ છે. માટે મોક્ષાર્થીએ
નિરંતર આવો અનુભવ કરવાયોગ્ય છે.
૪૮. સાધકને જ્ઞાનચેતના અને તે જ વખતે રાગાદિ અશુદ્ધભાવો – બંને એક જ
પર્યાયમાં એક સાથે હોવા છતાં, જે રાગાદિ અશુદ્ધભાવો છે તે જ્ઞાનચેતનાથી
બાહ્યસ્થિત છે, જ્ઞાનચેતનામાં તેમનો પ્રવેશ નથી. જ્ઞાનચેતના અંતરંગ
શુદ્ધસ્વરૂપમાં સ્થિત છે, ને રાગાદિ તો બાહ્યસ્થિત છે. બંનેને તદ્ર્ન ભિન્નતા છે,
તેમને જરાય કર્તા કર્મપણું કે કારણ–કાર્યપણું નથી. રાગ કદી ચેતનાનું કારણ ન
થાય; ચેતના કદી રાગને ન કરે.
૪૯. જુઓ આ જ્ઞાનીની ઓળખાણ! જ્ઞાની શું કામ કરે છે ? કે જ્ઞાનચેતનાને જ્ઞાની
કરે છે. જ્ઞાનચેતનાથી જુદું કોઈ કાર્ય જ્ઞાનીનું નથી. આવા કાર્ય વડે જ્ઞાની
ઓળખાય છે. એ સિવાય જડનાં કામ વડે રાગનાં કામ વડે જ્ઞાની નથી
ઓળખાતા; આને આવી શરીરની ક્રિયા છે અથવા આને આવા પ્રકારનો