: ભાદરવો : ૨૪૯૪ આત્મધર્મ : ૯ :
રાગ છે – માટે તે જ્ઞાની છે એમ ઓળખી શકાતું નથી, પણ આને જ્ઞાનચેતના છે
માટે જ્ઞાની છે – એમ ઓળખાય છે.
પ૦. જે મુમુક્ષુ છે, મોક્ષ જ જેને ઉપાદેય છે, એ સિવાય સંસારસંબંધી કાંઈ જેને વહાલું
નથી – તે શું કરે ? કે શુદ્ધસ્વરૂપનો અનુભવ કરે, કેમકે શુદ્ધસ્વરૂપનો અનુભવ તે
જ મોક્ષમાર્ગ છે. શુદ્ધસ્વરૂપનો જે અનુભવ તે એક જ મોક્ષમાર્ગ છે, બીજો કોઈ
મોક્ષમાર્ગ નથી. શુદ્ધસ્વરૂપના અનુભવરૂપ આવો મોક્ષમાર્ગ જે સેવે તે જ ખરો
મુમુક્ષુ છે.
પ૧. ખરો મુમુક્ષુ એટલે કે જ્ઞાનચેતનાવંત સમ્યગ્દ્રષ્ટિ–ધર્માત્મા શુદ્ધસ્વરૂપના નિરંતર
અનુભવ વડે દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ એક નિશ્ચયમોક્ષમાર્ગને સેવતો થકો
અલ્પકાળમાં જ સમયસારના સારરૂપ મોક્ષને અનુભવે છે. તેથી આવા
મોક્ષમાર્ગની ઉપાસનાનો ઉપદેશ આપતાં આચાર્યદેવ કહે છે છે –
તું સ્થાપ નિજને મોક્ષપંથે, ધ્યા, અનુભવ તેહને,
તેમાં જ નિત્ય વિહાર કર, નહિ વિહર પરદ્રવ્યો વિષે.
પ૨. ધર્માત્મા પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપને ધ્યેય બનાવીને, વારંવાર તેનું ધ્યાન કરે છે;
નિરંતર પોતાને શુદ્ધચૈતન્યસ્વરૂપે જ અનુભવતાં તેને જ્ઞાનચેતનાની અખંડધારા
ચાલે છે.. ને તે પરમ આનંદરૂપ મોક્ષને સાધે છે.
પ૩. પરમ આનંદનો સ્વાદ લેવા અને મોક્ષને સાધવા હે જીવ ! તું પણ આવી
જ્ઞાનચેતનારૂપ થા.
પ૪. આવી જ્ઞાનચેતનાવડે સાધકજીવો પંચપરમેષ્ઠીપદને પામે છે.
પપ. પંચાવન – રત્નોથી આ રત્નમાળા પ્રત્યક્ષ પરમ ઉપકારી જ્ઞાનચેતનાવંત સન્તોને
પરમ ભક્તિપૂર્વક પહેરાવીએ છીએ.
(બ.હ.જૈન)