વાર્ષિક લવાજમ વીર સં. ૨૪૯૪
ચાર રૂપિયા ભાદરવો
* વર્ષ ૨૫ : અંક ૧૧ *
નિજગુણની પ્રાપ્તિ માટે ભગવાનને ઓળખો
પ્રભો! મોક્ષમાર્ગના નાયક છો તમે કર્મગિરિના ભેદક છો;
અખિલ વિશ્વના જ્ઞાયક છો પ્રભુ તમે જ વંદન લાયક છો.
આપ જેવા પ્રભુ ગુણ અમારા, હું પણ એને ચાહું છું,
તે ગુણ – પ્રાપ્તિ હેતુ જિનવર હું ફરી ફરી તમને વંદું છું.
(પહેલી ચોપડીમાંથી)
ભાઈ, તારું હિત ચાહતો હો તો ભગવાન અરિહંતદેવ સિવાય
બીજા કોઈ દેવને માનવાનું છોડી દે; હિતનો સાચો માર્ગ દેખાડનારા
ભગવાન અરિહંત જ છે. આવા વીતરાગભગવાનને છોડીને મોહી
જીવોને કોણે ભજે ? – જે તીવ્ર મોહી હોય તે ભજે! પણ જે વિવેકી પોતાનું
હિત ચાહતો હોય તે તો કોઈ કુદેવને ભજે નહિ. ભાઈ! મોહી જીવો તો
તારા જેવા છે, એને ભજવાથી તો તારો મોહ જ પુષ્ટ થશે... ને તું
સંસારમાં ડુબીશ. અરે! તું જે પરમ સુખરૂપ ઈષ્ટપદને ઈચ્છે છે તે
ઈષ્ટપદને પામેલા જીવ કેવા હોય તેને તો ઓળખ, તારા ઈષ્ટદેવને તો
ઓળખ. પોતાના ઈષ્ટદેવને જ ન ઓળખે એની મૂર્ખતાની શી વાત!
દેવગુરુધર્મની ઓળખાણમાં જેની ભૂલ છે ને વિપરીતને સેવે છે તેને
ગૃહીતમિથ્યાત્વ છે; અને તે ગૃહીતમિથ્યાત્વ ટાળીને સાચા દેવ–ગુરુને પૂજે
છતાં જીવાદિ તત્ત્વોના યથાર્થ નિર્ણયમાં જેને ભૂલ છે તેને પણ હજી
અગૃહીતમિથ્યાત્વ છે. સાચા દેવ–ગુરુ–ધર્મને ઓળખીને અને તેમણે કહેલા
જીવાદિ તત્ત્વોનું યથાર્થ સ્વરૂપ ઓળખીને શ્રદ્ધા કરતાં; ગૃહીત અને અગૃહીત
બંને મિથ્યાત્વ ટળીને અપૂર્વ સમ્યગ્દર્શન થાય છે; તે મહાન કલ્યાણનું મૂળ છે.
માટે હે જીવ! અરિહંતદેવને ઓળખ અને તેમણે દર્શાવેલા
તારા શુદ્ધાત્મસ્વભાવને અનુભવમાં લે...... તો તને તારા
સમ્યકત્વાદિ નિજગુણોની પ્રાપ્તિ થશે.