: ભાદરવો : ૨૪૯૪ આત્મધર્મ : ૩ :
૪ ‘જ્ઞાનચેતના’ શેમાં રહે છે? શાસ્ત્રોના શબ્દોમાં જ્ઞાનચેતના નથી; જ્ઞાનચેતના તો
ધર્માત્માની પરિણતિમાં રહે છે.
પ. ધર્માત્માની જ્ઞાનચેતના સદા ધર્માત્માની સાથે જ રહે છે; તે ચેતના સદાકાળ આનંદરૂપ
છે. આનંદને નચાવતી અને મોહને તોડતી તે ચેતના કેવળજ્ઞાનને સાધે છે.
૬. જ્ઞાનચેતના પોતાના આત્માને ચેતે છે; અજ્ઞાનભાવોને તે છોડે છે ને શુદ્ધ જ્ઞાનમય
આનંદમય નિજાત્માને જ તે સેવે છે.
૭. ‘મારે તેની તલવાર’ –તલવાર તો પડી હોય પણ જેનામાં તે પ્રકારની વીરતા હોય
તે તેના ઉપયોગ વડે શત્રુને મારે છે; હિંમત વગરનો માણસ હાથમાં તલવાર
પકડીને ઊભો રહે–તેને માટે તલવાર શું કામની ? તેમ ‘ચેતના’ તો બધા જીવોમાં
છે, પણ ચેતનાને અંતર્મુખ કરીને મોહને મારે તેની ચેતના સાચી; ધર્માત્માએ
જ્ઞાનચેતનારૂપી તલવારવડે મોહને છેદી નાંખ્યો છે, જ્ઞાન અને રાગને જુદા કરી
નાંખ્યા છે. આ રીતે ભિન્ન ચૈતન્યને ચેતે તે સાચી ચેતના છે. જેમ ‘મારે તેની
તલવાર’, તેમ ‘ચેતે તેની ચેતના.’
૮. શુદ્ધચેતનાએ આત્માના અનંત મહિમાને પ્રગટ કર્યો છે. ચેતના વડે પ્રગટ થયેલો
શુદ્ધ આત્માનો મહિમા સદા જયવંત રહેશે.
૯. આવી ચેતના કેમ પ્રગટે ? કે સ્વભાવની સન્મુખતાના સાચા અભ્યાસ વડે
જ્ઞાનચેતના પ્રગટે છે. બહારના બીજા કોઈ ઉપાય વડે તે પ્રગટતી નથી.
૧૦. પ્રશ્ન :– અમે ઘણો પ્રયત્ન કરીએ છીએ પણ જ્ઞાનચેતના ખીલતી નથી!
ઉત્તર :– માત્ર શાસ્ત્રના અભ્યાસવડે કે શ્રવણ વડે જ્ઞાનચેતના નથી ખીલતી, પણ
શાસ્ત્રમાં ને ઉપદેશમાં જે પ્રમાણે કહ્યું તે પ્રમાણે અંતરમાં સ્વભાવને લક્ષગત
કરીને તેની સન્મુખ થવાના ઉદ્યમ વડે જ જ્ઞાનચેતના ખીલે છે. અંદરમાં સ્વભાવ
તરફનો પ્રયત્ન કરતાં જ્ઞાનચેતના પ્રગટ્યા વગર રહે નહિ. તે માટે ઘીણ તીવ્ર
લગન હોના ચાહિએ.
૧૧. જ્ઞાનચેતના જ્ઞાનરૂપ છે, તેમાં પરદ્રવ્યનું કે રાગાદિ પરભાવનું જરાપણ ગ્રહણ નથી.
અને પોતાનો જે અખંડ જ્ઞાનમય સ્વભાવ તેને તે ચેતના જરાપણ છોડતી નથી.
૧૨. આવી જ્ઞાનચેતના તે જૈનશાસનનો સાર છે; તેણે સ્વ–પરને ભિન્ન કર્યા છે; તેણે
પોતાના નિજસ્વરૂપને ગ્રહણ કરીને સર્વે પરભાવોને પૃથક્ કર્યા છે; આનંદ સાથે તે
તન્મય થઈ છે.