: ભાદરવો : ૨૪૯૪ આત્મધર્મ : ૫ :
૨૧. રાગમાં તન્મય પરિણમતો અજ્ઞાની જ તે રાગાદિનો કર્તા છે. રાગ સાથે
એકત્વબુદ્ધિ હોવાને લીધે તેના બધા પરિણામ રાગમય છે એટલે અજ્ઞાનમય છે,
રાગથી ભિન્ન જ્ઞાનમય પરિણામ અજ્ઞાનીને હોતા નથી.
૨૨. આ રીતે જ્ઞાની અને અજ્ઞાનીના પરિણમનમાં મોટો તફાવત છે. આ ભેદને જે
ઓળખે છે તેને જ્ઞાન અને રાગનું ભેદજ્ઞાન થઈને જ્ઞાનમય પરિણમન થયા વગર
રહે નહીં.
જ્ઞાનીને રાગથી ભિન્ન પોતાના આનંદસ્વભાવને ચેતનારી જે જ્ઞાનચેતના છે તે
મોક્ષનું કારણ છે.
૨૪. આ ‘જ્ઞાનચેતના’ જ જ્ઞાનીનું લક્ષણ છે. જ્ઞાનચેતના છે તે શુદ્ધઆત્માના
અનુભવરૂપ છે. શાસ્ત્રોના જાણપણા ઉપરથી જ્ઞાનચેતનાનું માપ નથી, જ્ઞાનચેતના
તો અંતરમાં આત્માના આનંદને ચેતનારી છે.
૨પ. અજ્ઞાનીને શાસ્ત્રોનું જાણપણું હોય તો પણ તેને શુદ્ધાત્માના વેદનરૂપ જ્ઞાનચેતના
નથી, તેના બધા પરિણામ (શાસ્ત્રનું જાણપણું પણ) અજ્ઞાનચેતનારૂપ છે.
૨૬. જ્ઞાનીને શાસ્ત્રોનું જાણપણું ભલે વધતું–ઓછું હો પણ અંદર શુદ્ધઆત્માને દ્રષ્ટિમાં
લઈને તેનો આત્મા શુદ્ધ જ્ઞાનચેતનારૂપે પરિણમી રહ્યા છે; તે જ્ઞાનચેતનામાં
અજ્ઞાનનો અંશ પણ નથી.
૨૭. આવી જ્ઞાનચેતનામય જ્ઞાનીના પરિણામ હોવાથી તેના બધા પરિણામ જ્ઞાનમય
છે. રાગ તે ખરેખર જ્ઞાનચેતનાના પરિણામ નથી, તે તો જ્ઞાનચેતનાથી બહાર જ
છે. જ્ઞાનચેતના રાગને નથી સ્પર્શતી, જ્ઞાનચેતના તો શુદ્ધઆત્માને જ ચેતે છે.
અરે, આવી જ્ઞાનચેતનાને ઓળખે તો તેના અપાર મહિમાની ખબર પડે.
સમ્યગ્દ્રષ્ટિના બધા પરિણામ જ્ઞાનમય થાય છે. જ્ઞાનીનું જ્ઞાન ક્યારેય રાગમય
થતું નથી; એટલે તેના જ્ઞાનપરિણામ કદી બંધનું કારણ થતા નથી, અબંધસ્વરૂપ
આત્મસ્વભાવમાં એકપણે પરિણમતું જ્ઞાન બંધનું કારણ કેમ હોય? –ન જ હોય.
૨૮. સાધકદશામાં જે અલ્પ રાગાદિ છે તેમાં તો જ્ઞાનીને જ્ઞાનની તન્મયતા નથી; તો
જેની સાથે તેને તન્મયતા નથી પણ ભિન્નતા છે તે બંધભાવોને જ્ઞાનીનાં પરિણામ
કેમ કહેવાય? તે બંધપરિણામને ધર્મીની દ્રષ્ટિ પોતામાં સ્વીકારતી નથી. તેના