Atmadharma magazine - Ank 300
(Year 25 - Vir Nirvana Samvat 2494, A.D. 1968).

< Previous Page   Next Page >


PDF/HTML Page 10 of 49

background image
: આસો : ૨૪૯૮ આત્મધર્મ : ૭ :
• પ્ર વ ચ ન સ ર •
વીતરાગચારિત્રના ફળસ્વરૂપ અતીન્દ્રિય જ્ઞાન અને
અતીન્દ્રિય સુખ–તેના દિવ્ય મહિમાની મંગલવીણા
આચાર્યદેવ વિદેહક્ષેત્રમાં ગયા...અતીન્દ્રિય જ્ઞાન અને
અતીન્દ્રિય સુખરૂપ પરિણમેલા તીર્થંકરદેવને અને કેટલાય કેવળી
ભગવંતોને નજરે નીહાળ્‌યા, શુદ્ધોપયોગરૂપે પરિણમી–પરિણમીને
કેવળજ્ઞાનને સાધી રહેલા ગણધરાદિ વીતરાગ સન્તોના ટોળાંને
નજરે દેખ્યા, પોતાના આત્મામાંય એવા શુદ્ધોપયોગની ધારા
વહેતી હતી; અને વળી
કારધ્વનિરૂપ જિનપ્રવચનમાં
અતીન્દ્રિય જ્ઞાન–સુખનું સાક્ષાત્ શ્રવણ કર્યું ....એ બધાયનો ધોધ
આચાર્યદેવે આ પ્રવચનસારમાં રેડ્યો....અને તેના દ્વારા જાણે કે
ભરતના જીવોને અતીન્દ્રિય જ્ઞાન ને અતીન્દ્રિય આનંદની જ ભેટ
આપી. આજે પૂ. ગુરુદેવ કુંદકુંદસ્વામીની એ મહાન ભેટ
આપણને આપી રહ્યા છે.....અતીન્દ્રિયજ્ઞાન–આનંદરસના ઘૂંટડા
પીવડાવી રહ્યા છે....લીજીયે....ચૈતન્યરસ પીજીયે.
[પ્રવચન શરૂ વીર સં. ૨૪૯૪ ભાદ્ર સુદ ૧૧]
પંચપરમેષ્ઠીને પ્રણમનપૂર્વક પ્રવચનસારનો પ્રારંભ થાય છે.
ભગવાનની દિવ્યવાણીરૂપ જે પ્રવચન, તેનો સાર શું? તે આ પ્રવચનમાં
કુંદકુંદાચાર્યદેવે બતાવ્યું છે; તેઓ વિદેહક્ષેત્રે જઈને સીમંધર પરમાત્માની સાક્ષાત્
વાણી સાંભળી આવ્યા હતા; તેનો સાર આમાં રચ્યો છે. એવું આ પ્રવચનસાર આજે
શરૂ થાય છે.
અમૃતચંદ્રાચાર્યદેવે તત્ત્વપ્રદીપિકા નામની ટીકા રચી છે–જે દીપકની માફક
તત્ત્વોનું સ્વરૂપ પ્રકાશે છે. તેઓ ટીકાના મંગલાચરણમાં જ્ઞાનાનંદસ્વરૂપ ઉત્કૃષ્ટ
આત્માને નમસ્કાર કરે છે. તે આત્મા કેવો છે? કે સ્વાનુભવપ્રસિદ્ધ છે. આવા