Atmadharma magazine - Ank 300
(Year 25 - Vir Nirvana Samvat 2494, A.D. 1968).

< Previous Page   Next Page >


PDF/HTML Page 15 of 49

background image
: ૧૨ : આત્મધર્મ : આસો : ૨૪૯૮
ઉપાધ્યાય–સાધુ સર્વે શ્રમણોને પણ નમસ્કાર કરું છું. તે મુનિવરો જ્ઞાનાચાર–દર્શનાચાર–
ચારિત્રાચાર વગેરે પાંચ આચારયુક્ત છે; ને તેમણે પરમ શુદ્ધઉપયોગ પ્રગટ કર્યો છે.
જુઓ, મોક્ષ સાધક જૈનમુનિ કેવા હોય તે પણ ઓળખાવ્યું.–મુનિ તેને કહેવાય કે જેણે
શુદ્ધઉપયોગભૂમિકા પ્રાપ્ત કરી હોય.–આ રીતે પંચપરમેષ્ઠીને નમસ્કાર કરનારની એટલી
જવાબદારી છે કે શદ્ધોપયોગને અને રાગને ભિન્ન–ભિન્ન ઓળખે. રાગનો જે આદર
કરશે તે પંચપરમેષ્ઠીને સાચા નમસ્કાર નહિ કરી શકે. અહીં તો શાસ્ત્રકાર આચાર્ય પોતે
શુદ્ધોપયોગરૂપે પરિણમેલા છે; પોતે પંચપરમેષ્ઠીની પંક્તિમાં બેસીને પંચપરમેષ્ઠી
ભગવંતોને ઉત્કૃષ્ટ નમસ્કાર કર્યાં છે.
વળી વિશેષ કહે છે કે, ફરીફરીને આ જ પંચપરમેષ્ઠીને, જાણે કે તેઓ મારી
સન્મુખ સાક્ષાત્ હાજર બિરાજતા હોય એમ પરમભક્તિથી ચિંતવીને સર્વેને એકાથે તેમ
જ એકેકને નમસ્કાર કરું છું, તેમની આરાધના કરું છું. જેમ વિદેહક્ષેત્રે સીમંધરાદિ
તીર્થંકરો સાક્ષાત્ બિરાજે છે તેમ બધાય પંચપરમેષ્ઠી ભગવંતોને મારા જ્ઞાનમાં
સાક્ષાત્રૂપ કરીને તેમને અભેદ નમસ્કાર કરું છું.
વંદન કરનાર હું કેવો છું? ને વંદન કરવા યોગ્ય પંચપરમેષ્ઠી ભગવંતો કેવા છે?–
એમ બંનેની ઓળખાણપૂર્વકના આ નમસ્કાર છે.
જગતમાં સર્વજ્ઞ સદાય હોય જ છે. અરિહંતપણે તીર્થંકર સર્વજ્ઞદેવ પણ સદાય
વિદ્યમાન હોય જ છે. ભરતક્ષેત્રમાં જન્મેલા તીર્થંકરનો ભલે અત્યારે અભાવ છે. પણ
વિદેહક્ષેત્રમાં સાક્ષાત્ તીર્થંકરો અત્યારે બિરાજે છે, ને તે તીર્થંકરો પોતાના જ્ઞાનમાં
સાક્ષાત્ની માફક તરવરે છે; તેથી આચાર્યદેવ કહે છે કે અમારા જ્ઞાનમાં તીર્થંકરોનો
સદ્ભાવ છે. જેવા સીમંધરાદિ તીર્થંકર ભગવંતો સાક્ષાત્ વર્તમાનમાં બિરાજે છે તેવા જ
સાક્ષાત્ પંચપરમેષ્ઠી ભગવંતો પણ જાણે વર્તમાન મારી સન્મુખ જ બિરાજતા હોય–એમ
પરમ ભક્તિને લીધે તેમને વર્તમાનકાળગોચર કરીને આરાધું છું–સન્માન કરું છું–મારા
મોક્ષલક્ષ્મીના સ્વયંવર–મંડપમાં તેમને બોલાવું છં.
સ્વયંવર–મંપડ એટલે શુદ્ધઉપયોગ અર્થાત્ પરમ તિર્ગ્રંથતાની દીક્ષાના ઉત્સવનો
આનંદપ્રસંગ, તેમાં મંગલાચરણરૂપે પંચપરમેષ્ઠી ભગવંતોને હાજર રાખું છું.
મોક્ષલક્ષ્મીને સાધવા જતાં પંચપરમેષ્ઠી જવા શ્રેષ્ઠને સાથે રાખ્યા, હવે તે મોક્ષની
પ્રાપ્તિમાં વચ્ચે વિધ્ન નહીં આવે. અહો, આ તો મોક્ષને સાધવાનો આનંદમય પ્રસંગ છે;
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રની એકતારૂપ એકાગ્રતા પ્રટગ કરવાનો આ ઉત્તમ અવસર છે;
તેમાં પંચપરમેષ્ઠી ભગવંતોને હું સન્માનું છું...પરમભક્તિથી તેમને નમસ્કાર કરું છું. કઈ
રીતે? કે મારા આત્માને સ્વાનુભવપ્રત્યક્ષરૂપ કરીને નમસ્કાર કરું છું.
વિકલ્પ અને વાણી એ બંનેથી ભિન્ન જ્ઞાનદર્શનસ્વરૂપ આત્મા છે, તેને સ્વ