: ૧૪ : આત્મધર્મ : આસો : ૨૪૯૮
અહીં સાક્ષાત્ મોક્ષમાર્ગ લેવો છે એટલે વીતરાગચારિત્રની વાત લીધી; બાકી તો
ચોથા–પાંચમા વગેરે ગુણસ્થાને પણ જે રાગરહિત ભાવ પ્રગટ્યો છે તે જ ધર્મ છે, ને જે
રાગ છે તે ધર્મ નથી, પહેલેથી જ આ રીતે અને ધર્મની ભિન્નતારૂપ વહેંચણી કરતાં જેને
ન આવડે, ને જે રાગને ધર્મ માને તેને તો ધર્મની શરૂઆત પણ થતી નથી, શ્રદ્ધા જ
જ્યાં ખોટી છે ત્યાં ચારિત્ર કેવું?
અહો, આ તો સર્વજ્ઞપરમેશ્વરો ને પંચપરમેષ્ઠી ભગવંતો જે માર્ગે ગય, તે માર્ગમાં
ભળવાની વાત છે. ભાઈ, આ તો વીતરાગી પરમેશ્વરોનો વીતરાગમાર્ગ છે. જગતપૂજ્ય
એવું પરમેષ્ઠીપદ રાગવડે નથી પ્રગટતું, એ તો વીતરાગતાવડે પ્રગટે છે. આવી દશાને
ઓળખીને તેનો જ આદર કરવા જેવું છે.
મુનિદશામાં સરાગચારિત્ર ને વીતરાગચારિત્ર બંને હોય છે પણ, આચાર્યદેવ કહે
છે કે, તેમાંથી સરાગચારિત્રને હું અંગીકાર નથી કરતો કેમકે તે તો કષાયવાળું છે,
પુણ્યબંધનું કારણ છે; તેથી તેને તો હું ઓળંગી જાઉં છું; તેને છોડીને મોક્ષના કારણરૂપ
વીતરાગચારિત્રને જ હું અંગીકાર કરું છું. આવી પ્રતિજ્ઞાવડે ત્યારે તેમણે સાક્ષાત્
મોક્ષમાર્ગને અંગીકાર કર્યો. જુઓ તો ખરા, હજાર વર્ષ પહેલાંંના મુનિરાજને સાક્ષાત્
નિર્વિકલ્પદશા થઈ–એનો નિર્ણય હજાર વર્ષ પછીના મુનિરાજે કરી લીધો. મુનિઓની
દશા અલૌકિક હોય છે. આવો સાક્ષાત્ વીતરાગ મોક્ષમાર્ગ આ કાળે પણ હોય છે.
સાતમા ગુણસ્થાનની આ વાત છે; ને આ કાળે પણ ભરતક્ષેત્રના જીવને સાતમા
ગુણસ્થાનની દશા પ્રગટી શકે છે. આવી દશા કુંદકુંદાચાર્યદેવને હતી–એમ
અમૃતચંદ્રાચાર્યદેવે પ્રસિદ્ધ કર્યું છે.
અહો, આવી મુનિદશાની પળ ધન્ય છે....આવી વીતરાગદશામાં આત્મા ઝુલતો
હોય–એ તો જાણે હાલતા–ચાલતા સિદ્ધ! મિથ્યાદ્રષ્ટિને ચલતુંફિરતું શબ કહ્યું છે, ને
મોક્ષમાર્ગી મુનિરાજ એ ચાલતાફરતા સિદ્ધ છે. મુનિદશા એ તો જગતપૂજ્ય પરમેષ્ઠીપદ છે.
(પ્રવચનસારના વિશેષ પ્રવચન માટે જુઓ પાનું : ૨૪)
સ્વાનુભવ એ મૂળ વસ્તુ છે. વસ્તુસ્વરૂપનો યથાર્થ નિર્ણય કરી,
મતિ–શ્રુતજ્ઞાનને અંતરમાં વાળીને સ્વદ્રવ્યમાં પરિણામને એકાગ્ર કરતાં
સમ્યગ્દર્શન અને સ્વાનુભવ થાય છે. આવો અનુભવ કરે ત્યારે જ મોહની
ગાંઠ તૂટે છે, ને ત્યારે જ જીવ ભગવાનના માર્ગમાં આવે છે.