: આસો : ૨૪૯૮ આત્મધર્મ : ૧૭ :
સિદ્ધના લક્ષે શરૂ થતો સાધકભાવ
અનંત સિદ્ધભગવંતોને આત્મામાં બોલાવીને
આરાધકભાવની ઝણઝણાટી બોલાવતું
અપૂર્વ મંગળાચરણ
वंदित्तु सव्वसिद्ध
धुवमचलमणोवमं गईं पत्ते।
वोच्छमि समयपाहुडम्
ईणमो सुयकेवली भणियं।। ९।।
ધ્રુવ અચલ ને અનુપમ ગતિ
પામેલ સર્વે સિદ્ધને,
વંદી કહું શ્રુત–કેવળી–કથિત
આ સમયપ્રાભૃત અહો! ૧.
જુઓ, આચાર્યદેવ સમયસારના અપૂર્વ મંગલાચારણમાં અનંત સિદ્ધભગવંતોને
પ્રતીતમાં લઈને આત્મામાં સ્થાપે છે; સિદ્ધ જેવા શુદ્ધાત્માને ધ્યેયરૂપ બનાવીને
આરાધકભાવની અપૂર્વ શરૂઆત થાય છે. પોતાના આત્મામાં તો સિદ્ધોને સ્થાપીને
શુદ્ધસ્વરૂપનો અનુભવ વર્તે જ છે, ને સાંભળવા આવેલા શ્રોતાના આત્મામાં પણ
સિદ્ધોને સ્થાપીને કહે છે કે હે શ્રોતા! સિદ્ધ જેવા શુદ્ધસ્વરૂપે તારા આત્માને લક્ષમાં
લઈને ધ્યાવ. આમ સિદ્ધોને સ્થાપીને આરાધકભાવની ઝણઝણાટી બોલાવતું અપૂર્વ
મંગલાચરણ કરીને આચાર્યદેવ સમયસાર સંભળાવે છે આવા ભાવે જે સમયસાર
સાંભળશે તેના મોહનો જરૂર નાશ થઈ જશે–એવા કોલકરાર છે.