: ૮ : આત્મધર્મ : કારતક : ૨૪૯પ
[સમયસાર ગા. ૧૧ વીર સં. ૨૪૯૪ આસો વદ ૧]
જિનશાસનના સારભૂત પૂ. ગુરુદેવનું આ
મહત્ત્વપૂર્ણ પ્રવચન સમ્યગ્દર્શનનો અમોઘ ઉપાય
દેખાડે છે...મુમુક્ષુને શુદ્ધાત્મા તરફ અંગુલિનિર્દેશ
કરીને કોઈ અપૂર્વ ભાવો જગાડે છે...
ઘણો જિજ્ઞાસુઓ પૂછે છે કે સમ્યગ્દર્શનની
સહેલી રીત બતાવોને! ટૂંકો રસ્તો બતાવોને! ઝટ
થઈ જાય એવું બતાવોને! એ બધાને માટે ગુરુદેવનું
આ એક પ્રવચન બસ છે. સમ્યગ્દર્શનની રીત એક જ
છે; એક સહેલી રીત ને બીજી કઠણ રીત–એમ બે રીત
છે જ નહિ. એટલે, સહેલું લાગે કે અપૂર્વતાને કારણે
કઠણ લાગે, પણ આ ગાથામાં ઉપદેશેલી રીત પ્રમાણે,
શુદ્ધનયવડે બોધ કરીને, અશુદ્ધતાથી ભિન્ન “સહજ
એક જ્ઞાયકભાવ” રૂપે પોતાને અનુભવવો,–તેને માટે
જ ઉદ્યમ કરવો, તે જ સમ્યગ્દર્શનની રીત છે; તે જ
રસ્તો છે...એ રસ્તે ચાલનાર સમ્યક્ત્વપુરીમાં જરૂર
પહોંચશે જ...ગુરુદેવના એ આશીર્વાદ છે.