: કારતક : ૨૪૯પ આત્મધર્મ : ૯ :
સમયસારની આ ૧૧મી ગાથા
તે સમ્યગ્દર્શનની ગાથા
છે...જૈનસિદ્ધાંતનું મૂળ રહસ્ય અને
નિશ્ચય–વ્યવહારના બધા ખુલાસા આ
સૂત્રમાં આચાર્યભગવાને ભરી દીધા છે.
શિષ્ય પૂછે છે કે ‘વ્યવહાર કેમ
અંગીકાર ન કરવો?’ એટલે
જિજ્ઞાસુશિષ્યે એટલું તો લક્ષમાં લીધું છે
કે વ્યવહારરૂપ જે ગુણ–ગુણીભેદનો
વિકલ્પ આવે છે તે અંગીકાર કરવા
જેવો નથી ને શુદ્ધઆત્મા એક પરમાર્થ
જ અનુભવ કરવા જેવો છે એમ આચાર્યદેવ કહેવા માગે છે. તે વાત લક્ષમાં લઈને
શુદ્ધાત્માના અનુભવ માટે શિષ્ય પૂછે છે કે પ્રભો! ‘જ્ઞાન તે હું’ એવા ભેદરૂપ વ્યવહાર
વચ્ચે આવે તો છે, ને તે પરમાર્થનો પ્રતિપાદક છે, તો તે વ્યવહારનયને અંગીકાર કેમ ન
કરવો? ત્યારે શ્રી ગુરુ આ ૧૧મી ગાથામાં સમજાવે છે કે–
ભૂતાર્થરૂપ શુદ્ધઆત્માના જ આશ્રયે સમ્યગ્દર્શન છે–માટે તેનો આશ્રય–અનુભવ
કરવા જેવો છે. અને ગુણ–ગુણીભેદરૂપ વ્યવહારનય–તે અભૂતાર્થ છે,–તે અભૂતાર્થના
અનુભવવડે સમ્યગ્દર્શન થતું નથી, માટે તે અભૂતાર્થ એવો વ્યવહારનય આશ્રય
કરવાયોગ્ય નથી–એમ જાણવું.
“જ્ઞાન–દર્શન–ચારિત્ર તે આત્મા” ઈત્યાદિ જે ભેદ છે તે વ્યવહાર છે, ને તેને
લક્ષમાં લેનારું જ્ઞાન તે વ્યવહારનય છે. પણ અહીં અધ્યાત્મશૈલિમાં નય અને નયના
વિષયને અભેદ ગણીને વ્યવહારનયને અભૂતાર્થ ગણ્યો; અને ભૂતાર્થ સ્વભાવને
દેખનારો જે શુદ્ધનય, તેને જ ભૂતાર્થ કહ્યો. શુદ્ધનય પોતે તો પર્યાય છે પણ
ભૂતાર્થસ્વભાવ સાથે અભેદ કરીને તે શુદ્ધનયને જ આત્મા કહ્યો, ને તેને ભૂતાર્થ કહ્યો.
વ્યવહારનયના વિષયરૂપ ભેદ–વિકલ્પો તે અભૂતાર્થ છે, ને તેને વિષય કરનાર
વ્યવહારનયને પણ અભૂતાર્થ કહ્યો છે. આ રીતે નય અને નયના વિષયને અભેદ કરીને
કહેવાની અધ્યાત્મની ખાસ શૈલિ છે.
સર્વજ્ઞદેવે ને મહામુનિવર સન્તોએ ભૂતાર્થરૂપ શુદ્ધઆત્માના આશ્રયે જ