Atmadharma magazine - Ank 301
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969).

< Previous Page   Next Page >


PDF/HTML Page 13 of 45

background image
: ૧૦ : આત્મધર્મ : કારતક : ૨૪૯પ
સમ્યગ્દર્શન કહ્યું છે. સમ્યગ્દર્શન શુદ્ધઆત્માને દેખે છે. ભેદ કે વિકલ્પરૂપ વ્યવહારના
આશ્રયે શુદ્ધઆત્મા અનુભવમાં આવતો નથી.
જુઓ આ સમ્યગ્દર્શનની અપૂર્વ વાત! પરમપારિણામિક જ્ઞાયકભાવ તેને
અનુભવનારો શુદ્ધનય ભૂતાર્થ છે...આવા ભૂતાર્થનો આશ્રય તે જ ચાર ગતિના દુઃખના
નાશનો, તે સિદ્ધસુખની પ્રાપ્તિનો ઉપાય છે.
શુદ્ધનય એટલે અંતર્મુખજ્ઞાનદશા આત્માને એકરૂપ શુદ્ધસ્વભાવે દેખે છે, ને તે
સ્વભાવના આશ્રયે સમ્યગ્દર્શનાદિ નિર્મળપર્યાય થાય છે. અહીં પર્યાયને ‘ગૌણ કરીને’
અભૂતાર્થ–વ્યવહાર કહ્યો છે, પણ કાંઈ તેનો અભાવ નથી. દર્શન–જ્ઞાન–ચારિત્રની
નિર્મળદશાનો કાંઈ આત્મામાં અભાવ નથી, પણ તે પર્યાયનો ભેદ પાડતાં વિકલ્પ ઊઠે
છે, ને વિકલ્પવડે શુદ્ધઆત્મા અનુભવમાં આવતો નથી, માટે કહ્યું કે તે વ્યવહાર
અભૂતાર્થ છે.
વ્યવહારનય બધોય અભૂતાર્થ છે, એટલે કે ભેદ–વિકલ્પના જેટલા પ્રકાર છે–
સદ્ભુત કે અસદ્ભુત, ઉપચાર કે અનુપચાર,–તે બધાય અભૂતાર્થ છે; કેમકે તેના વડે
સમ્યગ્દર્શન થતું નથી; તે તરફ ઝુકેલી જ્ઞાનપર્યાયરૂપ જે વ્યવહારનય–તે પણ અભૂતાર્થ
છે કેમકે તે પર્યાય પણ શુદ્ધાત્માને અનુભવતી નથી. અંતર્મુખ ઢળતી જ્ઞાનપર્યાયરૂપ
શુદ્ધનય–તે જ ભૂતાર્થ છે, કેમકે તે શુદ્ધ ભૂતાર્થસ્વભાવને અનુભવે છે, ને તેના વડે જ
સમ્યગ્દર્શન થાય છે. માટે આવા ભૂતાર્થસ્વભાવની દ્રષ્ટિમાં પર્યાયને ગૌણ કરીને (–
અભાવ કરીને નહિ પણ ગૌણ કરીને) વ્યવહાર કહ્યો; અભેદ બતાવવા ભેદને ગૌણ
કરીને અભૂતાર્થ કહ્યો, ને ભૂતાર્થસ્વભાવનું લક્ષ કરાવ્યું.–તે સમ્યગ્દર્શન છે. આ રીતે આ
ગાથા જૈનશાસનનો પ્રાણ છે, સમ્યગ્દર્શન પ્રગટ કરવાનો મહામંત્ર આ સૂત્રમાં ભર્યો છે.
જીવ દુઃખી છે...તેને દુઃખથી છૂટવાની આ રીત સન્તો બતાવે છે કે જેમાં
આનંદસ્વભાવ સદા ભર્યો છે એવા તારા ભૂતાર્થસ્વભાવને દેખ...તો તેના આશ્રયે
સમ્યગ્દર્શન થતાં અતીન્દ્રિય આનંદનો અનુભવ થશે, ને દુઃખ મટશે. આ સિવાય બીજો
કોઈ ઉપાય છે જ નહિ.
વ્યવહારનય તો ભેળસેળવાળા અશુદ્ધઆત્માને દેખે છે, અથવા અભેદમાં ભેદ
ઉપજાવીને કહે છે, તેથી તેવા જ અનુભવથી શુદ્ધઆત્મા અનુભવમાં નથી આવતો,