Atmadharma magazine - Ank 301
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969).

< Previous Page   Next Page >


PDF/HTML Page 14 of 45

background image
: કારતક : ૨૪૯પ આત્મધર્મ : ૧૧ :
માટે તે સર્વ અભૂતાર્થ છે; જ્ઞાની પોતાને સહજ એક જ્ઞાયકભાવપણે જ અનુભવે છે.
આવા અનુભવને જ શુદ્ધનય કહ્યો છે ને તેને ભૂતાર્થ કહ્યો છે; તે સમ્યગ્દર્શન છે. આવા
ભૂતાર્થસ્વભાવના અનુભવમાં આખું જૈનશાસન સમાઈ જાય છે.
શુદ્ધનયવડે જ આત્મા કર્મકલંકથી જુદો શુદ્ધ અનુભવાય છે. જેમ પાણીનો સ્વચ્છ
સ્વભાવ છે, તે કાદવની સાથે મળતાં મલિન અનુભવાય છે. લોકમાં ઘણાય જીવો (–બધાય
નહિ પણ ઘણાય) તો પાણીને મેલું જ દેખે છે, તેના શુદ્ધ સ્વચ્છ– સ્વભાવને દેખતા નથી;
પણ કેટલાક કતકફળ (નિર્મલી ઔષધિ) પોતાના હાથથી નાંખીને કાદવથી ભિન્ન સ્વચ્છ
પાણીને અનુભવે છે. તેમ આત્મા સ્વચ્છ ચૈતન્યસમુદ્ર છે, સમુદ્ર મેલો હોય નહિ; આત્માના
શુદ્ધજ્ઞાયકસ્વભાવને નહિ દેખનારા ઘણા જીવો તો વ્યવહારમાં જ વિમોહિત થઈને રાગાદિ
સાથે ભેળસેળવાળો અશુદ્ધઆત્મા જ અનુભવે છે. એકલું પાણી મેલું હોય નહિ, મેલ તો
કાદવનો છે. તેમ જ્ઞાયકભાવ પોતે મેલો નથી, મેલાં તો કર્મસંયોગે થતા રાગાદિભાવો છે.–
આવો વિવેક (ભેદજ્ઞાન) શુદ્ધનયવડે જ થાય છે. આવો બોધ પોતાના પુરુષાર્થવડે થાય છે.
અશુદ્ધદ્રષ્ટિમાં આત્માનો જ્ઞાયકભાવ ઢંકાઈ ગયો હતો, પર્યાયમાં તેનો પ્રગટ અનુભવ ન
હતો; પણ શુદ્ધનયવડે ભૂતાર્થ સ્વરૂપ જાણીને જ્યાં અંર્તદ્રષ્ટિ કરી ત્યાં જ્ઞાયકભાવનો પ્રગટ
અનુભવ થયો, એટલે જ્ઞાયકભાવ પ્રગટ્યો.
અરે, અનંત સંસારમાં રખડતા જીવને નિગોદાદિ ભવોમાં તો ભેદજ્ઞાનરૂપ નિર્મળ
ઔષધિની પ્રાપ્તિનો અવસર જ ક્્યાં છે! આ મનુષ્યપણામાં અત્યારે એવા અપૂર્વ
ભેદજ્ઞાનનો અવસર મળ્‌યો છે, માટે પોતે ભેદજ્ઞાન પ્રગટ કરવાની વાત છે. કાંઈ
જગતના બધા જીવો આવા શુદ્ધઆત્માને નથી અનુભવતા; મોટા ભાગના જીવો તો
વ્યવહારરૂપ (અભૂતાર્થરૂપ) અશુદ્ધપણે જ આત્માને અનુભવે છે, ને એવા
અશુદ્ધઅનુભવનું ફળ સંસાર જ છે. શુદ્ધનયઅનુસાર આત્માનું શુદ્ધસ્વરૂપ જગતમાં
કોઈક વિરલા જીવો જ જાણે છે, ને એવા શુદ્ધસ્વરૂપનો અનુભવ કરનારા જીવો જ
આત્માનું સાચું સ્વરૂપ દેખે છે, તેઓ જ સમ્યગ્દ્રષ્ટિ છે. એકલી અશુદ્ધતાને અનુભવનારા
(ગુણભેદના વિકલ્પને અનુભવનારા) જીવો સમ્યગ્દ્રષ્ટિ નથી, આત્માનું સાચું સ્વરૂપ
તેઓ દેખતા નથી.
ભૂતાર્થ એવો શુદ્ધસ્વભાવ ત્રિકાળ,
અને અભૂતાર્થ એવા અશુદ્ધભાવો ક્ષણિક,