ઉત્તમ ભાવભીનાં પ્રવચનો ચાલી રહ્યાં છે. અહીં તો તેમાંથી
થોડી થોડી પ્રસાદી જ આપી શકાય છે...કેમકે પ્રવચનો તો
મહિનામાં ૬૦ થાય, જ્યારે ‘આત્મધર્મ’ તો મહિનામાં એક જ
આવે–અને તે પણ મર્યાદિત પૃષ્ઠ, તેમાં કેટલું આપી શકાય?
છતાં ગુરુદેવના ઉત્તમમાં ઉત્તમ ભાવોનું દોહન કરીને શક્્ય
એટલી ઉત્તમ સામગ્રી પીરસવા પ્રયત્નશીલ છીએ.
ત્યાંસુધી મોક્ષને સાધી શકતો નથી, એટલે શુભપરિણામ તે મોક્ષના સાધક નથી પણ
મોક્ષના વિરોધી છે. મોક્ષનું સાધક તો વીતરાગચારિત્ર છે; વીતરાગી શુદ્ધોપયોગ–
પરિણામ વડે જ મોક્ષ સધાય છે. મુનિનેય શુભભાવ મોક્ષનું કારણ થતું નથી તો નીચેના
શુભની શી વાત? અહીં તો સ્પષ્ટ કહે છે કે શુભરાગ તે ચારિત્રથી વિરુદ્ધ છે. ચારિત્ર તે
વીતરાગભાવરૂપ છે, ને રાગ તેનાથી વિરુદ્ધ જાતનો છે. વીતરાગી ચારિત્ર મોક્ષનું કારણ
છે ને શુભરાગ તે બંધનું કારણ છે. માટે શુદ્ધોપયોગરૂપ વીતરાગચારિત્ર અંગીકાર કરવા
જેવું છે, ને શુભરાગ તે ઈષ્ટફળને રોકનાર હોવાથી છોડવા જેવું છે. અહા, આવી
ચારિત્રદશા પ્રગટ કરે તેની તો શી વાત! તે ચારિત્રદશાની ઓળખાણ કરનારા જીવો
પણ વિરલ છે.