: કારતક : ૨૪૯પ આત્મધર્મ : ૧૭ :
સ્વાશ્રયપરિણમન વડે એક ક્ષણમાં તે સંસારદશા ટળીને સિદ્ધદશા થઈ શકે છે.
સંસારદશામાં ભલે અનંતકાળ વીત્યો પણ મોક્ષદશાને સાધતા કાંઈ અનંતકાળ નથી
લાગતો. મોક્ષદશા પ્રગટ કરવા માટે અનંતકાળસુધી પુરુષાર્થ નથી કરવો પડતો, પણ
સ્વભાવના આશ્રયે અલ્પકાળના પુરુષાર્થથી જ મોક્ષ સધાઈ જાય છે. કોઈપણ જીવને
સાધકદશામાં અનંતકાળ નથી લાગતો, સાધક અસંખ્ય સમયના કાળમાં જ મોક્ષને સાધી
લ્યે છે. સ્વભાવનો આશ્રય લીધા પછી લાંબોકાળ સંસારમાં રહેવું પડે એમ બને નહિ,
સ્વભાવનો આશ્રય લેતાં અલ્પકાળમાં જ મોક્ષદશા પ્રગટી જાય છે. આમ જાણીને હે
જીવ! તું પોતાના સ્વભાવનો આશ્રય લે,–તેમાં અંતર્મુખ થઈને પરિણમતાં તારા
પરિણમનસ્વભાવથી જ તું જ સ્વયમેવ સિદ્ધદશારૂપે પરિણમી જઈશ.
ભગવાન
અને ભક્ત
સર્વજ્ઞભગવંતોનું જ્ઞાન અને સુખ અતીન્દ્રિય છે એમ
ઓળખનારને પોતાને પણ અતીન્દ્રિય જ્ઞાન અને સુખ થયું
છે, ને તેના બળે જ તેણે સર્વજ્ઞના અતીન્દ્રિયજ્ઞાન–સુખનો
નિર્ણય કર્યો છે.
એકલા ઈન્દ્રિયજ્ઞાન ને ઈન્દ્રિયસુખમાં જ ઊભા
રહીને અતીન્દ્રિયજ્ઞાન–સુખનો નિર્ણય થઈ શકે નહિ.
ભગવાન અને ભક્ત એક જાતના થયા ત્યારે જ
ભગવાનની ઓળખાણ થઈ...ભગવાનની ખરી ઓળખાણ
થતાં. જેવા જ્ઞાનઆનંદ ભગવાન પાસે છે તેનો નમૂનો
પોતાને મળ્યો...ભક્ત અને ભગવાન વચ્ચે આવી સંધિ છે.
“મારા પ્રભુ મને પ્રભુજી જેવો બનાવે”