: ૨૦ : આત્મધર્મ : કારતક : ૨૪૯પ
[ધ્યાતાના ધ્યેયરૂપ નિજ–પરમાત્મતત્ત્વનું તથા મોક્ષના કારણરૂપ ભાવોનું વર્ણન]
[સમયસાર ગા. ૩૨૦ જયસેનસ્વામીની ટીકા ઉપર પ્રવચન]
(સોનગઢ: વીર સં. ૨૪૯૪ આસોવદ ૧ થી શરૂ)
આ પ્રવચનમાં અત્યંત પ્રમોદપૂર્વક ગુરુદેવે કહ્યું કે અહો! શુદ્ધ
પરમપારિણામિક આત્મસ્વભાવના આશ્રયે સન્તો મોક્ષમાર્ગને સાધે છે.
મોક્ષમાર્ગને સાધનારા સંતો તો સિદ્ધના સાધર્મી થઈને બેઠા છે.
સંસારભાવોથી દૂર દૂર ને અંતરમાં સિદ્ધના સાધર્મી થઈને તેઓ મોક્ષને
સાધી રહ્યા છે.
અહો, ભગવાને કહેલા સ્યાદ્વાદની સુગંધ અનેરી છે;
ભગવાનનો અનેકાન્તમાર્ગ અલૌકિક છે. જીવના પાંચ ભાવોની આવી
વાત સર્વજ્ઞભગવાન સિવાય બીજાના શાસનમાં હોય નહિ.
*
અહીં આત્મા પરનો ને રાગાદિનો અકર્તા–અભોક્તા છે–તે વાત સમજાવે છે.
જ્ઞાનસ્વભાવી આત્મા એવો છે કે પોતાના જ્ઞાનભાવથી ભિન્ન અન્ય ભાવોનો તે કર્તા–
ભોક્તા નથી. આનંદમૂર્તિ આત્મા તે જ્ઞાનભાવમાત્ર છે, તે શરીર–મન–વાણી–કર્મ વગેરે
જડને તો કરે નહિ, કર્મની બંધ–મોક્ષરૂપ અવસ્થાનો કર્તા આત્મા નથી; આત્મા તો
જ્ઞાતાભાવમાત્ર છે, તે પદાર્થોને કરતો નથી, વેદતો નથી. વ્યવહારસંબંધી રાગાદિવિકલ્પો
તેને પણ જ્ઞાન કરતું નથી કે ભોગવતું નથી. આવા જ્ઞાનસ્વભાવી આત્માને શ્રદ્ધામાં–
જ્ઞાનમાં–અનુભવમાં લેવો તે ધર્મ છે.
જેમ નેત્ર અગ્નિને દેખે છે પણ કરતું નથી, ને અગ્નિને તે વેદતું પણ નથી. તેમ
જ્ઞાન પણ નેત્રની માફક કર્મને કે રાગાદિને જાણે જ છે, પણ તેને કરતું કે વેદતું નથી.
જ્ઞાનમાં વિકારનું કે જડનું વેદન નથી. જેમ સંધૂકણ કરનાર અગ્નિનો કર્તા છે, ને અગ્નિથી
તપ્ત લોખંડનો ગોળો અગ્નિની ઉષ્ણતાને વેદે છે, પણ તેને જોનારી