: કારતક : ૨૪૯પ આત્મધર્મ : ૨૧ :
દ્રષ્ટિ (આંખ) તો કાંઈ તે અગ્નિને કરતી કે ભોગવતી નથી, આંખ જો અગ્નિને વેદે તો
દાઝી જાય. તેમ શુદ્ધજ્ઞાન પણ રાગાદિ ભાવોને કે કર્મની બંધ–મુક્ત અવસ્થાને કરતું કે
વેદતું નથી, એટલે તે અકર્તા ને અભોક્તા છે. શુદ્ધજ્ઞાન, અથવા શુદ્ધજ્ઞાનપર્યાયરૂપે
પરિણમેલો ધર્મી જીવ–તે વિકારનો કે પરનો કર્તા નથી, ભોક્તા નથી; તે તન્મય થઈને
તે રૂપે પરિણમતો નથી, પણ દ્રષ્ટિની માફક જ્ઞાતા જ રહે છે. આવા જ્ઞાતા સ્વભાવરૂપ
પરિણમન તે ધર્મ છે. અશુદ્ધ એવા રાગાદિ વ્યવહારભાવો, તેને શુદ્ધજીવ શુદ્ધઉપાદાનરૂપે
કરતો નથી, જ્ઞાનરૂપે પરિણમેલો જ્ઞાની જીવ અશુદ્ધભાવમાં તન્મય થતો નથી; તન્મય
થતો નથી માટે તેને કરતો કે ભોગવતો નથી. આવું અકર્તા–અભોક્તાપણું સમજતાં
આત્માને ધર્મ થાય છે.–આવા જ્ઞાતાદ્રષ્ટાસ્વભાવની સન્મુખ થઈને રાગાદિના અકર્તા–
અભોક્તાપણે પરિણમવું તે વીતરાગદેવે કહેલો મોક્ષમાર્ગ છે–
આવો માર્ગ વીતરાગનો ભાખ્યો શ્રી ભગવાન,
સમવસરણની મધ્યમાં સીમંધર ભગવાન.
અહો, જ્ઞાતાદ્રષ્ટાસ્વભાવરૂપી આંખ, તેમાં રાગના કર્તૃત્વરૂપી કણિયો સમાય તેમ
નથી. શુભ–અશુભરાગ તે તો આગ સમાન છે તેને જ્ઞાનચક્ષુ કેમ કરે? ને તેને કેમ
ભોગવે? તેનાથી ભિન્નપણે રહીને તેને માત્ર જાણે છે. જુઓ, શાંત શીતળ
અકષાયસ્વરૂપ જ્ઞાતાદ્રષ્ટા આત્મા, તે કષાયઅગ્નિને સળગાવતો નથી, કે કષાયઅગ્નિમાં
બળતો નથી, આ રીતે તે કષાયોનો અકર્તા–અભોક્તા જ છે. આત્માનો સ્વભાવ ત્રિકાળ
તો આવો છે જ ને તેનું ભાન થતાં જે શુદ્ધજ્ઞાનપર્યાય પ્રગટીને આત્મા સાથે અભેદ થઈ,
તે પર્યાયમાં પણ રાગાદિનું કર્તા–ભોક્તાપણું નથી; રાગની શુભવૃત્તિ ઊઠે તેનું કર્તા–
ભોક્તાપણું જ્ઞાનીના જ્ઞાનમાં નથી; કેમકે તે શુભવૃત્તિ સાથે તેનું જ્ઞાન એકમેક થતું નથી
પણ જુદું જ પરિણમે છે. અરે, રાગ તો જ્ઞાનથી વિરુદ્ધભાવ છે, તેના વડે મોક્ષમાર્ગ
થવાનું માનવું તે તો દુશ્મન વડે લાભ માનવા જેવું છે. ભાઈ, રાગમાં જ્ઞાન કદી તન્મય
થતું નથી, તો તે રાગ જ્ઞાનનું સાધન કેમ થાય? અહો, અપૂર્વ માર્ગ છે, તેમાં રાગની
અપેક્ષા જ ક્્યાં છે? એકલા અંર્તસ્વભાવનો માર્ગ... બીજા બધાયથી નિરપેક્ષ છે.
ભાઈ, આવા કાળમાં આવા સત્ય સ્વરૂપને તું જાણ! તારું સત્સ્વરૂપ તો
જ્ઞાનમય છે, રાગમાં કાંઈ તારું સત્પણું નથી. રાગથી લાભ માનવા જઈશ તો તારા
સત્માં તું છેતરાઈ જઈશ. તારા સત્માં રાગાદિનું કર્તા–ભોક્તાપણું નથી, પણ
જાણવાપણું છે;