ભરપૂર છે. જ્ઞાનમાં એવું કોઈ બળ નથી કે પરને કરી દ્યે. કેવળજ્ઞાન થતાં જ્ઞાનનું જોર
ઘણું વધી ગયું તેથી જ્ઞાન પરમાં કાંઈ કરે–એમ બનતું નથી. ભાઈ, તારું જ્ઞાન તો
પોતાના આનંદને ભોગવનારું છે, એ સિવાય પરને તો તે કરતું–ભોગવતું નથી. જ્ઞાનની
અનંતી તાકાત પ્રગટી–પણ તે તાકાત શું કરે?–પોતાના પૂરા આનંદને તે વેદે, પણ પરમાં
કાંઈ કરે નહિ. ભાઈ! અનંત વીર્યસહિત એવું જે ક્ષાયિકજ્ઞાન તેમાં પણ પરને કરવા–
ભોગવવાની તાકાત નથી તો તારામાં એ વાત ક્્યાંથી લાવ્યો? તને ક્ષાયિકજ્ઞાનની
ખબર નથી એટલે તારા જ્ઞાનસ્વભાવનીયે તને ખબર નથી.
નિર્જરારૂપ અવસ્થાને જ્ઞાન જાણે જ છે. જેમ કેવળજ્ઞાન સાતા વગેરેના પરમાણુ આવે કે
જાય તેને માત્ર જાણે જ છે, તેમ સર્વજ્ઞસ્વભાવની દ્રષ્ટિવાળો ધર્મીજીવ પણ કર્મના બંધ–
મોક્ષને કે ઉદય–નિર્જરાને જાણે જ છે. રાગાદિને પણ તે જાણે જ છે, પણ તેનું જ્ઞાન તે
અશુદ્ધતા સાથે ભળી જતું નથી, જુદું જ રહે છે. જ્ઞાન સાથે અતીન્દ્રિય આનંદનો
ભોગવટો છે, પરંતુ રાગનો કે પરનો ભોગવટો જ્ઞાનમાં નથી.
પુણ્યકર્મ બાંધ્યાં, ને તે પુણ્યના ફળને હું ભોગવું છું–એમ ધર્મી માનતા નથી, હું તો જ્ઞાન
જ છું, ને જ્ઞાનના ફળરૂપ અતીન્દ્રિયઆનંદને ભોગવું છું.–એમ ધર્મી પોતાને જ્ઞાન–
આનંદરૂપે જ અનુભવે છે.
તેનાથી ભિન્ન જ્ઞાનપણે જ પોતાને અનુભવે છે, પોતાના આત્મિક આનંદને જ અનુભવે
છે. જે શુભાશુભ છે તેના વેદનને પોતાના જ્ઞાનથી ભિન્ન જાણે છે. જેમ સૂર્ય જગતના
અનેક શુભાશુભ