: કારતક : ૨૪૯પ આત્મધર્મ : ૨૭ :
હું એક છું–અભેદ છું–એવોય વિકલ્પ કાંઈ સમ્યગ્દર્શનમાં નથી,–પણ સમજાવવું
કઈ રીતે? સામો સમજનાર જો ભૂતાર્થસ્વભાવરૂપ વાચ્યને લક્ષમાં પકડી લ્યે તો તેને
‘ભેદરૂપ વ્યવહારદ્વારા અભેદ બતાવ્યો’–એમ કહેવાય. પણ ભેદમાં જ અટકી રહે ને
અભેદસ્વભાવને ન અનુભવે–તેનો તો વ્યવહાર પણ સાચો નથી–કેમકે તે તો ભેદના
વિકલ્પને જ ભૂતાર્થ માનીને તેના જ અનુભવમાં રોકાઈ ગયો છે. ધર્મી તો સમજે છે કે
શુદ્ધસ્વભાવના અનુભવ તરફ જતાં જતાં વચ્ચે ‘હું જ્ઞાનસ્વરૂપ છું’ ઈત્યાદિ ભેદવિકલ્પ
ઊઠે છે, પણ તે વિકલ્પનો પ્રવેશ અંર્તસ્વભાવમાં નથી, તેથી તે અભૂતાર્થ છે; તે
અનુભવનું ખરૂં સાધન નથી, ને તેના આશ્રયે સમ્યગ્દર્શન થતું નથી. સમ્યગ્દર્શનમાં તો
એકલો શુદ્ધઆત્મા જ પ્રકાશે છે. તે પર્યાય અંદરમાં વળીને અભેદ થઈ છે, તેમાં ભેદ
દેખાતો નથી. પણ આત્મા એકલો નિત્ય જ છે ને પર્યાય તેમાં છે જ નહિ–એમ નથી.
આત્મા એકાંત નિત્ય જ છે ને અનિત્ય નથી, અથવા દ્રવ્ય જ છે ને પર્યાય છે જ નહિ,–
એમ એકાંત નથી. દ્રવ્યપર્યાયરૂપ અનેકાન્તવસ્તુને જાણીને, તેના ભેદના વિકલ્પમાં ન
અટકતાં પર્યાયને અંતર્મુખ કરીને અનુભવ કરવો તે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર છે. તેમાં
નિર્વિકલ્પતા થતાં આનંદનો અનુભવ થાય છે.–ને જીવનું આ જ પ્રયોજન છે. આવા
પ્રયોજનની સિદ્ધિ માટે પર્યાયભેદરૂપ વ્યવહારને ગૌણ કરીને તેને અભૂતાર્થ કહ્યો છે; ને
શુદ્ધ–ભૂતાર્થ સ્વભાવના આશ્રયે સમ્યગ્દર્શન કહ્યું છે.
પરવસ્તુ તો આત્મામાં (–પર્યાયમાં પણ) છે જ નહિ, એટલે તેને ગૌણ કરવાનો પ્રશ્ન
જ નથી. પણ પોતામાં જે ભાવો વિદ્યમાન છે તેને ગૌણ–મુખ્ય કરવાની વાત છે. જ્ઞાનાદિ ગુણો
કે સમ્યક્ત્વાદિ પર્યાયો તેનો ભેદથી વિચાર કરતાં વિકલ્પ ઊઠે છે ને અભેદનો આનંદ
અનુભવમાં આવતો નથી, જ્યારે તે ભેદના વિકલ્પો છોડીને, અભેદરૂપ આત્માને અનુભવમાં
લ્યે ત્યારે તે ભેદો ગૌણ થઈ જાય છે, તેનું લક્ષ છૂટી જાય છે, ને એકત્વનિશ્ચયરૂપ પરિણતિ
થતાં અતીન્દ્રિય આનંદ અનુભવાય છે. આવો આનંદ એ જ જીવનું પ્રયોજન છે.
હે જીવો! અભેદ સ્વભાવસન્મુખ થઈને એવા આનંદને તમે આજે અનુભવો
ટૂંકી ટચ વાત એટલું કરવું
જાણો હે ભ્રાત; અંદર ઠરવું
સિદ્ધોની સાથ સ્વરૂપ ચુકી
રે’ વું છે આજ. બીજે ન જાવું.