અતીન્દ્રિયજ્ઞાનથી પૂર્ણ વસ્તુ છે; આવા આત્માની સન્મુખ થઈને શ્રદ્ધા કરતાં સમ્યગ્દર્શન
અને અતીન્દ્રિયસુખ પ્રગટ થાય છે. એ સિવાય નવતત્ત્વ સંબંધી ભેદ–વિકલ્પ તે રાગ છે,
તે કાંઈ સમ્યગ્દર્શન નથી; તે વિકલ્પમાં સાચો આત્મા અનુભવાતો નથી. સાચો આત્મા
એટલે કે પરિપૂર્ણ આત્મા પોતાના શુદ્ધ ગુણ–પર્યાયમાં જ વ્યાપનારો છે, તે વિકલ્પમાં
વ્યાપતો નથી. નવતત્ત્વના વિકલ્પમાં લાભ માનીને અટકતાં મિથ્યાત્વ છે. નિજ–
પરમાત્માને અનુભવમાં લઈને પ્રતીત કરતાં સુખનો સ્વાદ આવે છે, તે જ સાચો આત્મા
છે, તે જ સમ્યક્ત્વ છે.
ભાવના તેને નથી. વીતરાગતાની જ ભાવના છે, ને વીતરાગતા શુદ્ધ આત્માના
અનુભવથી થાય છે, એટલે શુદ્ધઆત્માની જ ભાવના છે. ‘જેવા છઈએ તેવા થઈએ’
એટલે જેવો સ્વભાવ છે તેવો જ પર્યાયમાં પ્રગટે,–એ સિવાય બીજાની ભાવના નથી.
‘શુદ્ધ છું–શુદ્ધ છું’ એમ વિકલ્પ કર્યા કરે તેથી કાંઈ શુદ્ધનો અનુભવ થતો નથી; શુદ્ધના
વિકલ્પનો પક્ષ કરે તોપણ મિથ્યાત્વ રહે છે. દ્રવ્ય–પર્યાય બંને જેમ છે તેમ બરાબર
જાણીને, જ્ઞાનને અંતર્મુખ કરીને પ્રતીત કરતાં વિકલ્પાતીત આત્મા અનુભવમાં આવે છે;
આવા અનુભવવડે જ વીતરાગતા થાય છે. જેવો સ્વભાવ હતો તેવો પ્રગટ અનુભવમાં
આવ્યો, એટલે જેવો હતો તેવો થયો, જેવો હતો તેવો પરિણમ્યો,–તે આત્મા સાચો
આત્મા થયો.